<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ગેંડાએ સફારી જીપને શિંગડાથી હવામાં ઉછાળી, સહેલાણીઓ માંડ બચ્‍યા

ગુવાહાટી,તા.૧૯: આસામના માનસ નેશનલ પાર્કમાં વીફરેલા ગેંડાનો રૂંવાડાં ખડાં કરી દે એવો વિડિયો સામે આવ્‍યો છે. વિડિયોમાં બેકાબૂ થયેલો ગેંડો જંગલ સફારીમાં ઓપન જીપમાં બેસીને આવેલા સહેલાણીઓ પર હુમલો કરતો જણાય છે. ગેંડો શિગડું જીપમાં ભરાવીને એને પલટી નાખવા માટે જબરજસ્‍ત પ્રયત્‍ન કરી રહ્યો છે. પર્યટકોનું કહેવું છે કે ગેંડો પહેલાં એકદમ શાંત ઊભો હતો. પર્યટકો પણ એને જોઈને ખૂબ ઉત્‍સાહમાં આવી ગયા હતા. લોકો એની તસવીરો લેવા લાગ્‍યા, પરંતુ અચાનક જ ગેંડાનું વર્તન બદલાઈ ગયું. એ દોડીને જીપ પાસે આવ્‍યો અને શિગડું જીપમાં ભરાવીને એને ઊંચી કરી નાખી. એક વાર નહીં, વારંવાર આવું કરવા લાગ્‍યો. એવામાં ડ્રાઇવરે ચાલાકી દાખવીને જીપને ધીમે-ધીમે ગેંડાથી દૂર લઈ ગયો અને પછી જીપ ભગાવી મૂકી.

(3:09 PM IST)