News of Wednesday, 22nd April 2026
પાકે. ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ ૨૪મે સુધી લંબાવ્યો

નવી દિલ્હી તા.૨૨: પાકિસ્તાને મંગળવારે ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસના ઉપયોગ પરનો પ્રતિબંધને ૨૪ મે સુધી લંબાવ્યો હતો. ભારત પણ પાકિસ્તાનની એરલાઇન્સ માટેના પ્રતિબંધને ૨૪ એપ્રિલ પછી વધુ એક મહિનો લંબાવે તેવી પૂરી શક્યતા છે. ગયા વર્ષના ૨૨ એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાને એકબીજાના વિમાનો માટે એકબીજાની એરસ્પેસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
