<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

હૈદરાબાદમાં એક રોડનું નામ ટ્રમ્‍પના નામ પરથી ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવન્‍યુ રાખવામાં આવ્‍યું

‘હું એવો પહેલો અમેરિકી રાષ્ટ્રપતિ જેને...' પોતાના નામે રોડ જોઈ ગદગદ થયા ટ્રમ્‍પ, ભારતનો માન્‍યો આભાર

હૈદરાબાદ/વોશિંગ્‍ટન,તા.૨૭: ભારત અને અમેરિકા વચ્‍ચેના મજબૂત સંબંધોનું એક અનોખું ચિત્ર તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં જોવા મળ્‍યું છે. હૈદરાબાદમાં એક રોડનું નામ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના નામ પરથી 'ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવન્‍યુ રાખવામાં આવ્‍યું છે. પોતાના નામે રોડનું નામકરણ થતાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ભારે ખુશ અને ગદગદ થઈ ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીર શેર કરીને ભારતનો હૃદયપૂર્વક આભાર માન્‍યો છે.

બીજી તરફ, આ નામકરણને લઈને ભારતમાં રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.

અમેરિકાના ૨૫૦ મા જન્‍મદિવસના સન્‍માનમાં હૈદરાબાદમાં આવેલા અમેરિકી વાણિજ્‍ય દૂતાવાસ ની બિલકુલ નજીક આવેલી સડકનું નામ સત્તાવાર રીતે 'ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવન્‍યુ' રાખવામાં આવ્‍યું છે. આ સન્‍માનથી ઉત્‍સાહિત ટ્રમ્‍પે દાવો કર્યો છે કે, તેઓ આ પ્રકારે સન્‍માનિત થનારા અમેરિકાના ઇતિહાસના પ્રથમ રાષ્ટ્રપતિ છે.

ટ્રમ્‍પે પોતાના સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ કાર્યક્રમની એક ખાસ તસવીર શેર કરી હતી. આ ફોટોમાં તેલંગાણાના ડેપ્‍યુટી સીએમ મલ્‍લુ ભટ્ટી વિક્રમાર્ક, ભારતમાં અમેરિકાના એમ્‍બેસેડર સર્જિયો ગોર અને અમેરિકી કોન્‍સલ જનરલ લૌરા વિલિયમ્‍સ સ્‍મારક પટ્ટીકાનું અનાવરણ કરતા જોવા મળી રહ્યા છે.

ભારતના હૈદરાબાદમાં નવું ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવન્‍યુ- હું એવો પહેલો અમેરિકી રાષ્ટ્રપતિ છું જેને આ રીતે સન્‍માનિત કરવામાં આવ્‍યો છે. ધન્‍યવાદ! - રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ જે. ટ્રમ્‍પ.

હૈદરાબાદ સ્‍થિત અમેરિકી કોન્‍સ્‍યુલેટે પણ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ 'હ્‍' પર આ પળને ઐતિહાસિક ગણાવી છે. દૂતાવાસે લખ્‍યું કેઃ હૈદરાબાદમાં એક ઐતિહાસિક ક્ષણ! અમેરિકાના ૨૫૦ મા જન્‍મદિવસના સન્‍માનમાં તેલંગાણાના ડેપ્‍યુટી સીએમએ કોન્‍સ્‍યુલેટની બાજુવાળા રોડનું નામ સત્તાવાર રીતે 'ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવન્‍યુ' રાખનારી પટ્ટીકાનું અનાવરણ કર્યું. દૂતાવાસે આ સન્‍માન માટે તેલંગાણાના લોકોનો આભાર માનતા કહ્યું કે, આ બંને દેશો વચ્‍ચેની સતત મજબૂત થતી ભાગીદારીની સાબિતી છે.

જે રોડનું નામ 'ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવન્‍યુ' રાખવામાં આવ્‍યું છે તે હૈદરાબાદનો પ્રાઇમ લોકેશન એરિયા છે. આ રોડ માઇક્રોસોફટ ગુગલ અને એમેઝોન જેવી અગ્રણી અમેરિકી ટેક કંપનીઓની ઓફિસોની ખૂબ જ નજીક આવેલો છે.

તેલંગાણા સરકારે આ પગલાને અમેરિકા પ્રત્‍યેની એક શ્રદ્ધાંજાલિ અને ભારત-અમેરિકા સંબંધોમાં હૈદરાબાદની વધતી ભૂમિકાની સ્‍વીકૃતિ ગણાવી છે. શાસક પક્ષ કોંગ્રેસે પણ નિવેદન આપ્‍યું છે કે આ નામકરણ વૈશ્વિક સ્‍તરે હૈદરાબાદના વધી રહેલા કદને દર્શાવે છે. 

 

(10:30 AM IST)