<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં ખાનગી શાળાની છત ધરાશાયી : 34 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મોત

અકસ્માત શહેરના આંતરિક વિસ્તાર ડીર કોલોનીમાં થયો: ત્રણ માળની શાળાના માલિકની ધરપકડ

પાકિસ્તાન: શાળાની છત ધરાશાયી થવાથી 34 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકના મોત થયા છે  પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં એક ખાનગી શાળાની છત ધરાશાયી થવાથી મૃત્યુઆંક વધી ગયો છે. ઓછામાં ઓછા 34 બાળકો અને એક મહિલા શિક્ષિકાના મોત થયા છે. પેશાવર પોલીસ વડા મિયાં સઈદે જણાવ્યું હતું કે આ અકસ્માત શહેરના આંતરિક વિસ્તાર ડીર કોલોનીમાં થયો હતો. ત્રણ માળની શાળાના માલિકની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક માહિતી અનુસાર, ઇમારતની છત યોગ્ય રીતે બનાવવામાં આવી ન હતી.

(9:22 PM IST)