News of Tuesday, 15th September 2026
મથુરામાં જ્વેલર્સમાં 7 કલાક છુપાઈને રૂ.12 કરોડની ચોરી:પૂર્વ કર્મચારી અને તેના પરિવારના ચાર સભ્યોની ધરપકડ :સંપૂર્ણ સોનું અને રોકડ જપ્ત
ગેસ કટરથી દુકાનની છત કાપી અંદર પ્રવેશ કર્યો:પૂર્વ કર્મચારી પપ્પુ સોની જ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હતો તેણે પોતાના ભાઈ, માતા અને બહેન સાથે મળીને ચોરીને અંજામ આપ્યો

મથુરાના કોશીકલાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જુગલ કિશોર જ્વેલર્સમાં 13 સપ્ટેમ્બરની રાત્રે થયેલી આશરે રૂ.12 કરોડની સનસનીખેજ ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે દુકાનનો પૂર્વ કર્મચારી પપ્પુ સોની જ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે પોતાના ભાઈ, માતા અને બહેન સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, પપ્પુ સોનીને દુકાનની સુરક્ષા વ્યવસ્થા અને લોકરની ચાવી અંગે સંપૂર્ણ જાણકારી હતી. તેને ખબર હતી કે દુકાનમાલિક લોકરની ચાવી અંદર જ રાખી જતા હતા. આ જાણકારીનો લાભ લઈ આરોપીએ ગેસ કટરથી દુકાનની છત કાપી અંદર પ્રવેશ કર્યો હતો.
13 સપ્ટેમ્બરની રાત્રે આરોપીએ પરિવાર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. છત કાપીને દુકાનમાં ઘૂસ્યા બાદ તે લગભગ 7 કલાક સુધી અંદર રહ્યો હતો. ત્યારબાદ ચાવી શોધી લોકર ખાલી કરી માલ લઈને ફરાર થયો હતો. અગાઉ પણ આરોપી એક જ્વેલરી શોપમાં ચોરી કરી ચૂક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સીસીટીવીમાં તે કાળા શૉલથી પોતાનો ચહેરો ઢાંકી બહાર નીકળતો જોવા મળ્યો હતો.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
