<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

દુબઈમાં CC44 નંબર-પ્‍લેટ માટે ૧૭ કરોડ રૂપિયા ખર્ચ્‍યા

એક કારની માત્ર નંબર-પ્‍લેટ મનપસંદ આંકડાની લેવા માટે કોઈ કેટલા રૂપિયા ખર્ચી શકે? આ બાબતે આપણી કલ્‍પનાના સીમાડાઓ વટાવી દે એવું કારનામું દુબઈમાં થયું છે

દુબઈ તા.૩૦: એક કારની માત્ર નંબર-પ્‍લેટ મનપસંદ આંકડાની લેવા માટે કોઈ કેટલા રૂપિયા ખર્ચી શકે? આ બાબતે આપણી કલ્‍પનાના સીમાડાઓ વટાવી દે એવું કારનામું દુબઈમાં થયું છે. અહીં ૧૨૧મું ઓપન નંબર-પ્‍લેટ ઑક્‍શન હાથ ધરાયું હતું જેમાં ફેન્‍સી નંબર CC44 માટે ૬.૭૨ મિલ્‍યન દિરહામ એટલે કે લગભગ ૧૭ કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આવો જ બીજો નંબર ગ્‍ગ્‍૧૮ છે જેના માટે ૬.૬૨ મિલ્‍યન દિરહામ એટલે કે ૧૬.૮ કરોડ રૂપિયા અને ગ્‍ગ્‍૮૦ માટે ૫.૯ મિલ્‍યન દિરહામ એટલે કે ૧૫ કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આ ઓક્‍શનમાં દુબઈની રોડ્‍સ એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ ઓથોરિટીએ લગભગ ૧૭૦ કરોડ રૂપિયાની રેવન્‍યુ એકઠી કરી હતી.

(10:04 AM IST)