તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
RSS પ્રમુખ મોહન ભાગવતે આંતરજ્ઞાતીય લગ્નોની જોરદાર હિમાયત કરી:સમાજમાંથી જાતિવાદ ખતમ કરવા આવા લગ્નો શ્રેષ્ઠ ઉદાહરણ
ભાગવતે કહ્યુ છે કે જે સમાજ ખુદ આ ભેદભાવોને ખતમ કરવા માટે સુધારાત્મક પગલા ઉઠાવશે, તે રાજકીય પાર્ટીઓ પણ વોટર્સને પ્રભાવિત કરવા માટે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતએ સમાજમાં ભેદભાવને સમાપ્ત કરવા માટે આંતરજ્ઞાતીય લગ્નો ની તરફદારી કરી છે. તેમણે કહ્યુ છે કે રાજકીય પક્ષોએ જાતિગત ભેદભાવોનો ફાયદો ઉઠાવ્યો છે. મૈસૂરમાં જેએસએસ (JSS) મહાવિદ્યાપીઠમાં એક વિશેષ વ્યાખ્યાનને સંબોધિત કરતા મોહન ભાગવતે લોકોને જાતિ આધારીત ભેદભાવોને ભૂલવા અને બંધારણ તથા કાયદાથી આગળ વધીને સક્રિય પગલા ભરવાની હાકલ કરી છે.
ભાગવતે કહ્યુ છે કે જે સમાજ ખુદ આ ભેદભાવોને ખતમ કરવા માટે સુધારાત્મક પગલા ઉઠાવશે, તે રાજકીય પાર્ટીઓ પણ વોટર્સને પ્રભાવિત કરવા માટે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દેશે.
તેમણે કહ્યુ છે કે રાજનીતિજ્ઞ જાતિનો ફાયદો ઉઠાવે છે. તે કામના આધારે વોટ મેળવી શકતા નથી. પરંતુ જાતિ દ્વારા વોટ પ્રાપ્ત કરી લે છે. સમાજે જાતિ ભૂલવી પડશે, ત્યારે રાજનીતિ ખુદ સુધરી જશે. જાતિ ખતમ કરવાની કોશિશ કર્યા વગર લોકોએ એવો વ્યવહાર કરવો જોઈએ જાણે કોઈ જાતિ છે જ નહીં. માત્ર કાયદો અને બંધારણમાં આપવામાં આવેલા ઉપાયોનો જ નહીં, પરંતુ તમામસકારાત્મક પગલાઓનું સમર્થન કરો. આંતરજ્ઞાતીય લગ્નો કરનારા લોકોનું સમર્થન કરો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘાચલક મોહન ભાગવતે કહ્યુ છે કે આરએસએસના દ્વિતિય સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે પણ આંતરજ્ઞાતીય લગ્નોનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યુ કે ગોલવલકર આંતરજ્ઞાતીય લગ્નોના સમાજિક ભેદભાવ સમાપ્ત કરવાનું ઉદાહરણ માન તા હતા અને આ વિચાર સમાજે અપનાવવો જોઈએ.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
