<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સંઘના વડા મોહન ભાગવત ૧૮ નવેમ્‍બરથી ત્રણ દિવસ મણિપુરની મુલાકાતેઃ હિંસાગ્રસ્‍ત રાજ્‍યમાં સંગઠનના કાર્યક્રમો અને સામાજિક પ્રવળત્તિઓની સમીક્ષા કરશે

૧૮થી ૨૦ નવેમ્‍બર સુધી પ્રવાસઃ સંઘના શતાબ્‍દી વર્ષના કાર્યક્રમો અને પંચ પરિવર્તન અભિયાન અંગે પણ ચર્ચા યોજાશે

ઇમ્‍ફાલ, તા.૧૭: રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આગામી બુધવાર, ૧૮ નવેમ્‍બરથી મણિપુરની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. સંઘ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર તેઓ ૨૦ નવેમ્‍બર સુધી રાજ્‍યમાં રહી સંગઠનની પ્રવળત્તિઓ અને સામાજિક પહેલોની સમીક્ષા કરશે.

મણિપુરમાં મે, ૨૦૨૩થી મૈતેઈ અને કુકી-ઝો સમુદાયો વચ્‍ચે શરૂ થયેલી વંશીય હિંસા બાદ ભાગવતની આ બીજી મુલાકાત હશે. અગાઉ તેઓ નવેમ્‍બર, ૨૦૨૫માં મણિપુર ગયા હતા. રાજ્‍યની સંવેદનશીલ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખતાં તેમની મુલાકાત રાજકીય અને સામાજિક રીતે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે.

પ્રવાસ દરમિયાન સંઘના શતાબ્‍દી વર્ષ નિમિત્તે ચાલતા કાર્યક્રમોની પ્રગતિનું મૂલ્‍યાંકન કરાશે. ઉપરાંત સામાજિક પરિવર્તન માટેના પંચ પરિવર્તન અભિયાન હેઠળ પરિવાર પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્‍વદેશી જીવનશૈલી અને નાગરિક કર્તવ્‍ય જેવા વિષયો પર ચર્ચા થઈ શકે છે. પ્રવાસ મુખ્‍યત્‍વે સંગઠનાત્‍મક હોવાનું સંઘે જણાવ્‍યું છે.

(12:55 PM IST)