તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
કર્ણાટકના બેલગાવીમાં સંઘની બેઠક શરુ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંતીય પ્રચારક બેઠક આજે સવારે કર્ણાટકના બેલાગવીમાં શરૂ થઈ. સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, બધા સહ-સરકાર્યવાહ, અખિલ ભારતીય કાર્ય વિભાગના પ્રમુખો, સહ-પ્રમુખો, કારોબારી સભ્યો, ક્ષેત્ર પ્રચારકો, સહ-ક્ષેત્ર પ્રચારકો, પ્રાંતીય પ્રચારકો, તમામ ૪૬ પ્રાંતોના સહ-પ્રચારકો અને સંઘ પ્રેરિત વિવિધ સંગઠનોના અખિલ ભારતીય સંગઠન મંત્રીઓ ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં માર્ચ ૨૦૨૬ થી સંઘના વિવિધ સ્તરે યોજાયેલા વર્ગોનો વિગતવાર અહેવાલ અને શાખા સ્તરે કાર્ય યોજનાના અમલીકરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. સંઘ શતાબ્દી વર્ષ માટે હાથ ધરવામાં આવેલા શાખા વિસ્તરણના કાર્યોની પણ સમીક્ષા કરવામાં આવશે. આગામી સમયમા શાખા વિસ્તરણ યોજના પર ચર્ચા કરવામાં આવશે. વધુમાં, શતાબ્દી વર્ષના પૂર્ણ થયેલા કાર્યક્રમોની સમીક્ષા અને બાકીના સુનિヘતિ કાર્યક્રમોનું આયોજન, અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે સરસંઘચાલકની યાત્રા,તેની યોજના જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. સંઘ શતાબ્દી વર્ષ (૨૦૨૫-૨૬) ના બાકીના કાર્યક્રમો આગામી વિજયાદશમી, એટલે કે ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
