તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
સંસદમાં ધમાસાણ :ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રિવિલેજ મોશન (વિશેષાધિકાર હનન દરખાસ્ત)ની નોટિસ આપી
કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ સામે સદનને ગેરમાર્ગે દોરવાનો અને ગોળી ન ચાલવા અંગે આપેલા નિવેદન બદલ આ નોટિસ રજૂ કરી

નવી દિલ્હી : સંસદના સત્ર દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પ્રિવિલેજ મોશન (વિશેષાધિકાર હનન દરખાસ્ત) ની નોટિસ આપી છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ સામે સદનને ગેરમાર્ગે દોરવાનો અને ગોળી ન ચાલવા અંગે આપેલા નિવેદન બદલ આ નોટિસ રજૂ કરી છે. બીજી તરફ, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પ્રિવિલેજ મોશનની નોટિસ આપી છે. 'મૂર્ખ' અને 'અંધ ભક્ત' વાળા વિવાદિત નિવેદન મામલે આ નોટિસ રજૂ કરવામાં આવતાં જ સદનમાં બંને પક્ષો વચ્ચે તીખી બહેસ અને રાજકીય અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
