તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
પશ્ચિમ એશિયામાં મહાયુદ્ધના ભણકારા: ઈરાને અમેરિકી સૈન્ય મથકો ધ્રુજાવવા વાપરેલા '૫ પાંચ ઘાતક હથિયારો'ની ઈનસાઈડ સ્ટોરી
હોર્મુઝમાં સર્જાયેલી ભયાનક કટોકટી વચ્ચે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જોર્ડન અને બહેરીનમાં આવેલા યુએસ આર્મી બેઝ પર કરેલા મિસાઈલ હુમલાના લાઈવ ફૂટેજ જાહેર કર્યા

તેહરાન: પશ્ચિમ એશિયાની ધરતી ફરી એકવાર ભયાનક રક્તપાત અને મહાયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે. રવિવારે ઈરાનની ખુંખાર સેના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ અમેરિકાના સૈન્ય મથકો પર કરેલા અત્યાર સુધીના સૌથી મોટા અને સચોટ મિસાઈલ હુમલાના હાઈ-ડેફિનેશન ફૂટેજ જાહેર કરીને સમગ્ર વિશ્વને થરથરાવી દીધું છે. જોર્ડન અને બહેરીનમાં સ્થિત અમેરિકન એરબેઝને નિશાન બનાવીને ઈરાને એકસાથે પાંચ અલગ-અલગ પ્રકારની અત્યાધુનિક અને ચોકસાઈથી ત્રાટકતી બેલિસ્ટિક મિસાઈલોનો વરસાદ કર્યો હતો. આ ભયાનક હુમલા બાદ વૈશ્વિક ઉર્જા માર્કેટમાં પણ ભૂકંપ આવી ગયો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે.
ઈરાને આ ઓપરેશનમાં જે પાંચ પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલો ઉતારી છે, તે અમેરિકાની અભેદ ગણાતી 'પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ'ના ચિથરેચિથરા ઉડાવવા માટે પૂરતી છે. હુમલામાં ૨૦૦૦ કિલોમીટર દૂર સુધી તબાહી મચાવતી ભારેભરખમ 'કાદર' અને હવામાં જ રસ્તો બદલીને દુશ્મન ડિફેન્સને થાપ આપતી સ્માર્ટ 'ઈમાદ' મિસાઈલ છોડવામાં આવી હતી. આ સિવાય અત્યંત ઝડપથી લોન્ચ થનારી ઘન-બળતણ આધારિત 'ખૈબર શેકન', ટૂંકા અંતરની તીવ્ર ઘાતક 'ફતેહ-110' અને એક સાથે અનેક નાના બ્લાસ્ટ કરવાની ક્ષમતા ધરાવતી 'ઝોલફઘર' મિસાઈલે અમેરિકન કેમ્પમાં ભારે તબાહી મચાવી છે. આ મિસાઈલોની સાથે-સાથે લો-એલ્ટિટ્યુડ (ઓછી ઊંચાઈએ) ઉડતા સસ્તા પરંતુ અત્યંત વિધ્વંસક ડ્રોનનો પણ સેનાએ વરસાત કર્યો હતો.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, ઈરાન આ હુમલાઓ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાનું એકહથ્થુ શાસન અને પ્રાદેશિક પ્રભુત્વ સાબિત કરવા માંગે છે. જો કે, અમેરિકા પણ કટોકટીના આ સમયમાં શાંત બેસે તેમ નથી, કારણ કે તાજેતરના અહેવાલો મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર ત્રણ રાતમાં ઈરાનના ૩૦૦ થી વધુ સૈન્ય લક્ષ્યોને નષ્ટ કરીને વળતો પ્રહાર કર્યો છે. હાલમાં બંને દેશો એકબીજા પર પરમાણુ સ્તરના બદલાની તૈયારીઓ કરી રહ્યા છે અને આ ફૂટેજ જાહેર કરીને ઈરાને પોતાના દેશના લોકોમાં રાષ્ટ્રવાદનો જુવાળ ઊભો કરવાનો પ્રોપગેન્ડા પણ શરૂ કર્યો છે, જેનાથી ગમે ત્યારે આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં હોમાઈ શકે છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
