તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
સેલિબ્રિટીના બોડીગાર્ડ્સના વાર્ષિક કરોડો રૂપિયાના તોતિંગ પગારની અફવાઓ ખોટી: શાહરૂખ ખાનના પૂર્વ બોડીગાર્ડનો ખુલાસો

મુંબઈ: બોલિવૂડ સ્ટાર્સના બોડીગાર્ડ્સને ૨૨.૫ કરોડ રૂપિયા જેવો તોતિંગ પગાર મળતો હોવાના દાવાઓ માત્ર સોશિયલ મીડિયાની ઉપજ
અભિનેતા શાહરૂખ ખાનના ભૂતપૂર્વ અંગરક્ષક યાસીન ખાને તાજેતરમાં સ્પષ્ટતા કરી છે કે સેલિબ્રિટી બોડીગાર્ડ્સને વાર્ષિક ૨૨.૫ કરોડ રૂપિયાનો પગાર મળે છે તેવા સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓ સંપૂર્ણપણે પાયાવિહોણા અને અતિશયોક્તિભર્યા છે.
બોલિવૂડના મેગાસ્ટાર શાહરૂખ ખાનના પૂર્વ બોડીગાર્ડ (અંગરક્ષક) યાસીન ખાને સેલિબ્રિટીઝના સુરક્ષાકર્મીઓની કમાણીને લઈને સોશિયલ મીડિયા પર ચાલતી ભ્રામક વાતો પર પૂર્ણવિરામ મૂક્યું છે.
તાજેતરમાં એક ખાસ ઇન્ટરવ્યુમાં યાસીન ખાને જણાવ્યું હતું કે સેલિબ્રિટી બોડીગાર્ડ્સ વાર્ષિક કરોડો રૂપિયા, ખાસ કરીને ૨૨.૫ કરોડ રૂપિયા જેટલો અધધ પગાર મેળવે છે, તેવા તમામ દાવાઓ તદ્દન ખોટા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયા પર અંગરક્ષકોની કમાણી અંગે જે આંકડાઓ દર્શાવવામાં આવે છે તે વાસ્તવિકતાથી ઘણા દૂર અને માત્ર અતિશયોક્તિ છે. આ ખુલાસાથી એ વાત સ્પષ્ટ થઈ છે કે ગ્લેમર જગતમાં કામ કરતા સ્ટાફના વેતનને લઈને ઘણીવાર અફવાઓનું બજાર ગરમ રહેતું હોય છે.
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
