<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

વિદેશી રોકાણના જોરે રૂપિયો અને સરકારી બોન્ડને ટેકો મળવાની આશા : નવેમ્બરમાં શેરબજારમાં વિક્રમી મૂડીપ્રવાહ, ક્રૂડના ભાવ ઉપર બજારની નજર

મુંબઈ, તા. ૨૩ : ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મૂડીપ્રવાહ વધતાં આ સપ્તાહે રૂપિયો અને સરકારી બોન્ડને ટેકો મળવાની સંભાવના વ્યક્ત થઈ છે. 

ગયા શુક્રવારે રૂપિયો ડોલર સામે ૯૨.૬૭ના સ્તરે બંધ રહ્યો હતો અને સમગ્ર સપ્તાહમાં ૧.૭ ટકા મજબૂત થયો હતો. દસ વર્ષના સરકારી બોન્ડનું યીલ્ડ ઘટીને ૭.૧૮૬૮ ટકા થયું હતું. 

નવેમ્બરમાં ભારતીય શેરોમાં આશરે ૧૨ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હોવાનું નોંધાયું છે. વિદેશી રોકાણકારોએ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં લગભગ ૧.૨ અબજ ડોલરના ભારતીય બોન્ડ પણ ખરીદ્યા હતા. 

જોકે ક્રૂડતેલના ભાવ, અમેરિકાના બોન્ડ યીલ્ડ અને આગામી રિઝર્વ બેન્કની નીતિ બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ રહેશે. 

(9:48 AM IST)