તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રશિયા પાસે ભલભલાને વશમાં કરતું જાદુઈ સિક્રેટ પરફયૂમ
પૂર્વ રશિયન જાસૂસ આલિયા રોઝાનો ઘટસ્ફોટ : દુર્લભ જડીબુટ્ટીમાંથી બનેલું પરફયૂમ લગાવીને રશિયાની મહિલા જાસૂસો પળવારમાં હની ટ્રેપમાં ફસાવતી આ સિક્રેટ પરફયુમ એક બૂંદથી ફેરોમોન વધારી, અંડરવર્લ્ડ ડોન કે દુશ્મન અધિકારીના રહસ્યો કઢાવતું

નવી દિલ્હી તા.૩૧: રશિયાની કુખ્યાત જાસૂસી એજન્સી કેજીબીએ એક સિક્રેટ પરફયૂમ વિકસાવ્યું છે. એ પરફયૂમ ગણતરીની સેકન્ડમાં જ ટાર્ગેટના દિમાગનો કબજો લઈ લે છે. રશિયાની પૂર્વ જાસૂસે આ દાવો કર્યો હતો કે રશિયાના વૈજ્ઞાાનિકોએ વિકસાવેલું આ પરફયૂમનો ઉપયોગ મહિલા એજન્ટ્સ કરતી હતી.
વૈજ્ઞાાનિકોએ વર્ષોની મહેનત બાદ દુર્લભ જડીબુટ્ટીમાંથી ખાસ પ્રકારની સુગંધ ધરાવતું એક સિક્રેટ પરફયૂમ બનાવ્યું હતું. એ પરફયૂમનું એક બૂંદ ટાર્ગેટ માટે કાફી થઈ પડતું હતું. એ જેના સંપર્કમાં આવે તેના શરીરમાં પ્રાકૃતિક ફેરોમોન વધારી દે છે. આ સિડક્ટિવ સુગંધથી મહિલા એજન્ટ અંડરવર્લ્ડ ડોન કે દુશ્મન દેશના કોઈ મોટા અધિકારી સુધી પહોંચી જતી હતી અને પછી તેના દિમાગ પર ધીમે ધીમે કબજો કરીને પોતાના ધાર્યા સિક્રેટ કઢાવી શકતી હતી. રશિયા માટે જાસૂસી કરી ચૂકેલી મહિલા જાસૂસ આલિયા રોઝાએ આ દાવો કર્યો હતો.
આ પરફયૂમમાં એવો જાદુ હતો કે ટાર્ગેટ અધિકારી મહિલા જાસૂસની હની ટ્રેપમાં બરાબર ફસાઈ જતો હતો. એ તેનાથી શારીરિક રીતે આકર્ષિત તો થતો જ હતો, પરંતુ એના પર ભરોસો પણ મૂકવા માંડતો હતો. આ પરફયૂમનો ઉપયોગ રોમેન્ટિંગ હની ટ્રેપ માટે નહીં, પરંતુ મોટી મોટી બિઝનેસ ડીલ્સ અને ડિફેન્સ ડીલના નેઓગિએશનમાં પણ થતો હતો. આલિયાએ દાવો કર્યો હતો કે તેણે એ પરફયૂમનો ફોર્મુલા અમેરિકાની એક પરફયૂમ કંપનીને આપી દીધો છે કે જેથી અમેરિકા તેના જેવું પરફયૂમ બનાવીને નવી ફોર્મુલા વિકસાવી શકે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
