હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
રશિયામાં હવે ૩૯ વર્ષ સુધીના લોકોને ગણવામાં આવશે યુવાન
લોકોના વધતા આયુષ્ય અને ધીમી પડી રહેલી વૃદ્ધત્વની પ્રક્રિયાને મુખ્ય કારણ

મોસ્કો તા.૨૦: રશિયાના સ્વાસ્થ્ય-મંત્રાલયે યુવા અવસ્થાની વયમર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે. રશિયન સરકારી મીડિયા RTના અહેવાલ અનુસાર દેશમાં હવે ૩૯ વર્ષ કે એથી ઓછી ઉંમરના તમામ લોકોને સત્તાવાર રીતે ‘યુવાન' ગણવામાં આવશે. સ્વાસ્થ્ય-મંત્રાલયના અધિકારીઓએ આ નિર્ણય પાછળ લોકોના વધતા આયુષ્ય અને ધીમી પડી રહેલી વૃદ્ધત્વની પ્રક્રિયાને મુખ્ય કારણ ગણાવ્યું છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આજની પેઢીના લોકો અગાઉની પેઢીઓની સરખામણીએ લાંબા સમય સુધી શારીરિક અને માનસિક રીતે સક્રિય તેમ જ ઊર્જાવાન રહે છે. આ બદલાતા જીવનસ્તર અને બાયોલોજિકલ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને સરકારે યુવાનીની વ્યાખ્યા અને વયમર્યાદાનો વ્યાપ વધાર્યો છે. આ નિર્ણયથી દેશની સામાજિક અને રોજગાર નીતિઓ પર પણ વ્યાપક અસર પડી શકે છે
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
