<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

રશિયાએ ભારતની મિત્રતા નિભાવી: ઊર્જા જરૂરિયાતના સંદર્ભમાં ભારતના હિતોને કોઈ જ નુકસાન નહીં પહોંચે

રશિયાના વિદેશી પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું ઊર્જા સપ્લાઈ સંબંધિત સમજૂતીને કોઈપણ સંજોગોમાં પૂરા કરવામાં આવશે.

રશિયાના વિદેશી પ્રધાન સર્ગેઈ લાવરોવે ભારત પ્રવાસ પગેલા એક મુલાકાતમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઊર્જા સપ્લાઈ સંબંધિત સમજૂતીને કોઈપણ સંજોગોમાં પૂરા કરવામાં આવશે. લાવરોવે આ સાથે એ વાત પર પણ ભાર આપ્યો છે કે તે ભારતના હિતોનું કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશે નહીં.

ભારત અને રશિયા સંબંધો અંગે વાત કરતાં રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું બન્ને દેશ વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને ખાસ પણ છે. વિશ્વમાં એવી કોઈ જ પરિસ્થિતિ નથી કે જે ભારત અને રશિયાને અલગ કરી શકે છે અથવા તો અલગ માર્ગે દોરી શકે છે. રશિયાએ ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવામાં ભારત પ્રત્યે પોતાની જવાબદારીને ક્યારેય ઓછી આંકી નથી.

સર્ગેઈ લાવરોવે વિશ્વાસપૂર્વક કહ્યું કે હું ખાતરી આપું છું રશિયા તરફથી ઊર્જા જરૂરિયાતના સંદર્ભમાં ભારતના હિતોને કોઈ જ નુકસાન નહીં પહોંચે. વિશ્વમાં જે અયોગ્ય અને બેઈમાનીપૂર્વકની જે સ્પર્ધા ચાલી રહી છે તેની અમારી સમજૂતી પર કોઈ જ નુકસાન પહોંચવા દેશુ નહીં. રશિયા ભારતને ગેસ, ક્રુડ ઓઈલ તથા કોલસા જેવી હાઈડ્રોકાર્બન જરૂરિયાતને કોઈ જ અવરોધ વગર આગળ જાળવી રાખશે જ. ભવિષ્યમાં પણ બન્ને દેશ સહયોગને વધારે મજબૂત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ BRICS દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ભારતનો પ્રવાસ કરશે. ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે મુલાકાત કરશે અને આ સાથે જ BRICS દેશો વિદેશ મંત્રીઓની બેઠકોમાં ભાગ લેશે.

(12:33 AM IST)