News of Tuesday, 8th September 2026
સચિન પાયલટના સોશિયલ મીડિયા ફોટાથી રાજકારણ ગરમાયું: અશોક ગેહલોત માટે સ્પષ્ટ રાજકીય સંકેત
દિલ્હીમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ પંજાબ કોંગ્રેસના નવા પ્રભારી પાયલટનું કદ વધ્યું: હાઈકમાન્ડનું પેઢીગત પરિવર્તન તરફ મજબૂત કદમ

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટને પંજાબના નવા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા બાદ દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. નવી દિલ્હી ખાતે પાયલટે કોંગ્રેસના ટોચના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વાયરલ થતાં જ રાજકીય વિશ્લેષકો તેને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત માટે પાર્ટીના નવા ભવિષ્યના સ્પષ્ટ સંકેત તરીકે જોઈ રહ્યા છે.
પંજાબની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવા બદલ ટોચના નેતૃત્વનો આભાર માનતા પાયલટે આશા વ્યક્ત કરી હતી કે સામૂહિક મહેનત, મજબૂત સંગઠન અને કાર્યકરોની ઉર્જાથી કોંગ્રેસ પંજાબમાં ફરી સત્તામાં વાપસી કરશે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
