તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th May 2026
'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર ગુજરાતમાં:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી મુલાકાત: 'આખી પેઢીની લાગણી' ગણાવ્યા
મુલાકાત બાદ હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સચિન તેંડુલકર સાથેની તસવીરો શેર કરીને એક અત્યંત ભાવુક અને આદરપૂર્વકની પોસ્ટ મૂકી

'ક્રિકેટના ભગવાન' ગણાતા સચિન તેંડુલકર હાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સચિન તેંડુલકર 19 મેના રોજ ગુજરાતમાં એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેમની આ મુલાકાત દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સચિન તેંડુલકર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હર્ષભાઈ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સચિન તેંડુલકર સાથેની તસવીરો શેર કરીને એક અત્યંત ભાવુક અને આદરપૂર્વકની પોસ્ટ મૂકી છે, જે હાલ ભારે વાયરલ થઈ રહી છે.
હર્ષભાઈ સંઘવીએ સચિન તેંડુલકર સાથેની મુલાકાતનો આનંદ વ્યક્ત કરતા પોતાની પોસ્ટમાં લખ્યું કે, કેટલાક લોકો રેકોર્ડ બનાવે છે, કેટલાક ઇતિહાસ બનાવે છે, પરંતુ સચિન તેંડુલકરે આખી પેઢી માટે લાગણીઓ રચી છે. તેમણે આગળ ઉમેર્યું કે, આજે ક્રિકેટના ભગવાન સાથે મુલાકાત કરી. હર્ષ સંઘવીની આ પોસ્ટને રમતગમતના ચાહકો અને નેટીઝન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સચિન તેંડુલકર ગુજરાતમાં કોઈ ચોક્કસ વ્યક્તિગત અથવા વ્યાવસાયિક બ્રાન્ડના ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ સચિન તેંડુલકરની લોકપ્રિયતા ભારતમાં આજે પણ અકબંધ છે. તેમની ગુજરાત મુલાકાતને પગલે તેમના સ્થાનિક ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, સુરક્ષા અને ખાનગી કાર્યક્રમ હોવાને કારણે તેમની મુલાકાતની અન્ય વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.
(1:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
