તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 10th October 2026
સાજણ લાખોમાં એકઃ બાળપણના પ્રેમી માટે પત્ની ઘરબાર છોડી આશિક સાથે ભાગી ગઈ, પકડીને લાવ્યા તો પતિએ બંનેના લગ્ન કરાવી દીધા
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક એવી કહાની સામે આવી છે, જે કોઈ ફિલ્મી સીનથી કમ નથી

લખનઉ તા.૧૦: ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક એવી કહાની સામે આવી છે, જે કોઈ ફિલ્મી સીનથી કમ નથી. લગ્નના ખાલી એક વર્ષ બાદ એક મહિલા પોતાની સ્કૂલ સમયના જૂના આશિક સાથે ભાગી ગઈ. ચાર દિવસ બાદ જ્યારે પોલીસ અને પતિએ તેને હરદોઈથી પકડી લીધા તો પોલીસ ચોકીમાં પત્નીએ કહ્યું કે, જીવીશ તો ખાલી પ્રેમી સાથે. ત્યાર બાદ PRD જવાન પતિએ જે નિર્ણય લીધો, તેણે સૌ કોઈને ચોંકાવી દીધા. હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એક વર્ષ પહેલા થયા હતા લગ્ન
હકીકતમાં જોઈએ તો, મલિહાબાદ વિસ્તારના રહેવાસી પીઆરડી જવાનના લગ્ન લગભગ ૧ વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ શરૂઆતી દિવસોમાં દાંપત્ય જીવન સામાન્ય રહ્યું. પણ મહિલા પોતાના જૂના પ્રેમીના કોન્ટેક્ટમાં રહી. બંને એક જ સ્કૂલમાં ભણતા હતા અને અભ્યાસ દરમ્યાન તેમની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. પરિવારના પ્રેશરમાં મહિલાના લગ્ન પીઆરડી જવાન સાથે થઈ ગયા, પણ તે પોતાના જૂના પ્રેમીને ભૂલી શકી નહીં.
પોલીસે તપાસ શરૂ કરી અને સર્વિલાંસ દ્વારા મહિલાની લોકેશન હરદોઈમાં જોવા મળી. મલિહાબાદ પોલીસ હરદોઈ પહોંચી અને મહિલા સાથે તેના પ્રેમી સાથે હેમખેમ પકડી લીધા. બંનેને પોલીસ ચોકીએ લાવ્યા, જ્યાં પરિવારની હાજરીમાં લાંબા સમય સુધી સમજાવ્યા અને વાતો ચાલી. પોલીસ અને પરિવારના લોકોએ મહિલાને મનાવી પણ તેણે પતિ સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી.
મહિલા પોતાના પ્રેમી સાથે રહેવાના નિર્ણય પર અડગ હતી. સ્થિતિને જોતા પીઆરડી જવાને પણ બળજબરી કરવાની જગ્યાએ પોતાની પત્નીને પ્રેમીને સોંપી દીધી. તેણે પત્નીની ઈચ્છા અને તેની ખુશીને વધારે પ્રાથમિકતા આપી. ત્યાર બાદ બંને પક્ષની સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો.
જરૂરી ઔપચારિકતા પૂરી કર્યા બાદ સ્થાનિક મંદિરમાં મહિલા અને તેના પ્રેમીએ હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા. બંનેએ સાત ફેરા લીધા અને ત્યાર બાદ પીઆરડી જવાને પોતાની પત્નીને તેના પ્રેમી સાથે વિદાય આપી.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
