<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું: 2 ખલાસીના મોત:12 ખલાસીઓનો બચાવ

ઓમાન નેવી અને નજીકના જહાજોએ ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન: બચાવાયેલા 12 ખલાસીઓ અને બંને મૃતદેહોને ઓમાન પહોંચાડાયા.

સલાયાનું માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. સલાયાના મહેબૂબ-એ-બુખારી નામનું જહાજને ઓમાન નજીક ડૂબ્યું હતું . ખરાબ હવામાનના કારણે બંને મુખ્ય એન્જિન બંધ પડતાં જહાજમાં દરિયાનું પાણી ઘૂસ્યું હતું જેમાં 14માંથી 12 ભારતીય ખલાસીઓનો સફળ બચાવ કરાયો છે. ઘટનામાં બે ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ ગાંધર યાસીન નૂરમામદ અને ભાયા ઇમરાન ઇશાક તરીકે થઈ છે. ઓમાન નેવી અને નજીકના જહાજોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું બચાવાયેલા 12 ખલાસીઓ અને બંને મૃતદેહોને ઓમાન પહોંચાડાયા હતા . જહાજ 3 જુલાઈએ દુબઈથી જિબૂતી માટે માલસામાન લઈને રવાના થયું હતું

 

(6:39 PM IST)