<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

બિહારમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનતા સમ્રાટ ચૌધરી : હવે દેશના 16 રાજ્યોમાં ભાજપના સીએમ

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો જેમ કે, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી

બિહારમાં પ્રથમ વખત સમ્રાટ ચૌધરીના રૂપમાં ભાજપના મુખ્યમંત્રી બનવાનું નક્કી થઈ ગયું છે. સમ્રાટ ચૌધરીને NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. સમ્રાટ ચૌધરી સહિત હવે દેશના 16 રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો જેમ કે, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી છે.

જ્યારે મધ્ય પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢથી લઈને પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ભાજપના જ મુખ્યમંત્રી શાસન કરી રહ્યા છે.

ભાજપના મુખ્યમંત્રીઓની યાદી

ક્રમમુખ્યમંત્રીનું નામરાજ્યશપથ ગ્રહણની તારીખ1સમ્રાટ ચૌધરીબિહાર15 એપ્રિલ 20262યુમનમ ખેમચંદ સિંહમણિપુર4 ફેબ્રુઆરી 20263રેખા ગુપ્તાદિલ્હી20 ફેબ્રુઆરી 20254દેવેન્દ્ર ફડણવીસમહારાષ્ટ્ર5 ડિસેમ્બર 20245નાયબ સિંહ સૈનીહરિયાણા17 ઓક્ટોબર 20246પેમા ખાંડુઅરુણાચલ પ્રદેશ13 જૂન 20247મોહન ચરણ માઝીઓડિશા12 જૂન 20248ભજનલાલ શર્મારાજસ્થાન15 ડિસેમ્બર 20239મોહન યાદવમધ્ય પ્રદેશ13 ડિસેમ્બર 202310વિષ્ણુ દેવ સાયછત્તીસગઢ13 ડિસેમ્બર 202311ડો. માણિક સાહાત્રિપુરા8 માર્ચ 202312ભૂપેન્દ્ર પટેલગુજરાત12 ડિસેમ્બર 202213યોગી આદિત્યનાથઉત્તર પ્રદેશ25 માર્ચ 202214પ્રમોદ સાવંતગોવા28 માર્ચ 202215પુષ્કર સિંહ ધામીઉત્તરાખંડ23 માર્ચ 202216હિમંત બિસ્વા સરમાઆસામ10 મે 2021


નરેન્દ્રભાઈ મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત હરિયાણા (2014), આસામ (2016), મહારાષ્ટ્ર (2014), મણિપુર (2017), ઓડિશામાં 2024 અને હવે બિહારમાં 2026માં ભાજપના મુખ્યમંત્રી બન્યા છે. ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં પણ મોદી લહેર દરમિયાન જ 2017માં ભાજપ પ્રથમ વખત પોતાના દમ પર સત્તામાં આવ્યું. આ યાદીમાં સમ્રાટ ચૌધરી નવું નામ છે.

પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી અને સિક્કિમમાં ભાજપના ગઠબંધનવાળા સહયોગી પક્ષોના મુખ્યમંત્રી છે. આ યાદીમાં આંધ્ર પ્રદેશ પણ સામેલ છે, જેના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમની પાર્ટી TDP કેન્દ્ર સરકારમાં પણ ભાજપના મહત્વના સહયોગી છે.

દેશમાં વિરોધ પક્ષોના મુખ્યમંત્રીઓની યાદીમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, કેરળ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સામેલ છે. દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં વિરોધ પક્ષના મુખ્યમંત્રીઓ છે. કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે.

કુશવાહા જ્ઞાતિના સમ્રાટ ચૌધરીનો જન્મ 16 નવેમ્બર 1968ના રોજ થયો હતો. તેમની ઉંમર લગભગ 58 વર્ષ છે અને ભાજપના વર્તમાન મુખ્યમંત્રીઓની વયના હિસાબે તેઓ યાદીમાં મધ્યમાં આવે છે. ભાજપના સૌથી યુવા મુખ્યમંત્રી તરીકે જોઈએ તો, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ 46 વર્ષની વય સાથે સૌથી નાની ઉંમરના છે. ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીની ઉંમર 50 વર્ષ છે.

ગોવાના CM પ્રમોદ સાવંત અને યુપીના CM યોગી આદિત્યનાથની ઉંમર પણ 53 વર્ષની આસપાસ છે. ઓડિશાના CM મોહન ચરણ માઝી 54 વર્ષના થવા જઈ રહ્યા છે. આસામના CM હિમંત બિસ્વા સરમા 57 વર્ષના છે.

(12:38 AM IST)