તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
ભારતને અભેદ્ય આધ્યાત્મિક સંરક્ષણ કવચ માટે સનાતન સંસ્થા દ્વારા મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’નું આયોજન
રવિવારે પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરની પાછળ નરદુલ્લા ટેંક મેદાન પર બપોરે ૩.૩૦ થી સાંજે ૭.૩૦ દરમિયાન આ યજ્ઞ સમારોહ મંગલમય વાતાવરણમાં સંપન્ન થશે

મુંબઈ :વિશ્વ પર અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્ટ્રને આધ્યાત્મિક પાયાની મોટી આવશ્યકતા છે. આ જ ઉમદા હેતુથી, ભારતને અભેદ્ય આધ્યાત્મિક સંરક્ષણ કવચ પ્રાપ્ત થાય અને દેશની સર્વાંગી પ્રગતિ થઈને ફરી એકવાર ‘રામરાજ્ય’નો ઉદય થાય, તે સંકલ્પની પૂર્તિ માટે સનાતન સંસ્થા દ્વારા મુંબઈમાં ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી રવિવાર, ૧૭ મે ૨૦૨૬ ના દિવસે પ્રભાદેવી સ્થિત શ્રી સિદ્ધિવિનાયક મંદિરની પાછળ આવેલા નરદુલ્લા ટેંક મેદાન પર બપોરે ૩.૩૦ થી સાંજે ૭.૩૦ દરમિયાન આ યજ્ઞ સમારોહ અત્યંત મંગલમય વાતાવરણમાં સંપન્ન થશે. આ માહિતી સનાતન સંસ્થાના પ્રવક્તા શ્રી અભય વર્તકે મુંબઈ મરાઠી પત્રકાર સંઘમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી. આ પ્રસંગે સંસ્થાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ચેતન રાજહંસ, પુરોહિત અને જ્યોતિર્વિદ શ્રી શ્રેયસ પિસોળકર અને મહારાષ્ટ્ર મંદિર મહાસંઘના નવી મુંબઈ સમન્વયક શ્રી કૈલાસ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાયજ્ઞ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે રાષ્ટ્રરક્ષણ માટેની એક આધ્યાત્મિક લડાઈ હોવાનું આ સમયે રેખાંકિત કરવામાં આવ્યું હતું.
આ યજ્ઞનું આધ્યાત્મિક મહત્વ સમજાવતી વેળાએ શ્રી અભય વર્તકે જણાવ્યું કે, આદિશક્તિ દેવી સતીના ક્રોધમાંથી પ્રગટ થયેલી ‘દશમહાવિદ્યા’ઓમાં માતંગી દેવીનું સ્થાન અજોડ છે. દેવી માતંગી એ આદિશક્તિના ‘પ્રધાનમંત્રી’ એટલે કે મુખ્ય સલાહકાર માનવામાં આવે છે. શત્રુ પર વિજય મેળવવા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવા માટે આ દેવીની ઉપાસના ફળદાયી સાબિત થાય છે. ઐતિહાસિક સંદર્ભો ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામના અવતાર સમયે પણ રાજમાતંગી દેવીનું તત્વ કાર્યરત હતું, જેના કારણે આદર્શ રામરાજ્યની સ્થાપના થઈ શકી હતી. આજના સમયમાં પણ આવી જ દૈવી શક્તિના આશીર્વાદથી ભારતનું સંરક્ષણ થાય, તે આ યજ્ઞ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
