<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

રેતી બની સ્‍લેટ અને લાકડી બની પેન

કેરલમનાં વૃદ્ધ દાદી બાળકોને રેતી પર કક્કો ઘૂંટાવતાં જોવા મળ્‍યાં : વયોવૃદ્ધ દાદી ‘આશાત્તી અમ્‍મુમ્‍મા' તરીકે જાણીતાં છેઃ દાદીનો ભણાવવાનો અંદાજ અત્‍યંત રસપ્રદ અને આત્‍મીય છે

કોચી તા.૨૬: અત્‍યારના ડિજિટલ યુગમાં જ્‍યાં સ્‍કૂલોમાં સ્‍માર્ટ બોર્ડ, ટેબ્‍લેટ અને મોંઘી બુક્‍સનો ઉપયોગ સતત વધી રહ્યો છે ત્‍યારે કેરલમની એક હૃદયસ્‍પર્શી તસવીરે શિક્ષણનાં મૂળિયાં યાદ અપાવી દીધાં છે. એક વૃદ્ધ મહિલાએ સ્‍કૂલની પરસાળમાં જમીન પર રેતી પાથરીને એને બ્‍લેકબોર્ડ બનાવી દીધું અને લાકડીના સહારે ભૂલકાંઓને મૂળાક્ષરો શીખવવાનું શરૂ કર્યું.

કેરલમનાં આ વયોવૃદ્ધ દાદી ‘આશાત્તી અમ્‍મુમ્‍મા' તરીકે જાણીતાં છે. દાદીનો ભણાવવાનો અંદાજ અત્‍યંત રસપ્રદ અને આત્‍મીય છે. વાઇરલ વિડિયોમાં જોઈ શકાય છે કે દાદી હાથમાં રેતી ભરેલી બાલટી લઈને જમીન પર હારબંધ બેઠેલાં બાળકો સામે રેતી પાથરે છે. એ પછી તેઓ બાળકોની સામે જમીન પર રેતી પાથરીને લાકડી વડે એને એકસરખી સપાટ કરી દે છે. એ પછી રેતીમાં લાકડી અને આંગળીથી અંગ્રેજી મૂળાક્ષરો શીખવે છે. કુદરતી સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણને સહજ, સરળ અને કાગળ વગરનું બનાવી દેનારાં આ વયોવૃદ્ધ શિક્ષિકાના સમર્પણનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે.

(10:03 AM IST)