<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

સંસ્કૃત ભારતની સંસ્‍કૃતિ, પરંપરા અને જીવનદ્રષ્ટિની આધારશિલા છે : મોહન ભાગવતજી

ભારતને સમજવા માટે સંસ્‍કૃત સમજવું અનિવાર્ય છે સંસ્‍કૃત માત્ર ભૂતકાળ નહીં, પરંતુ ભવિષ્‍યની પણ ભાષા : વડાપ્રધાનશ્રીનો સંદેશ : કેન્‍દ્રિય કાર્યાલયનો મુખ્‍ય હેતુ દેશની ૧૦૦ ટકા વસ્‍તી સુધી સંસ્‍કળત પહોંચાડવાનો અને ૧૨ ભાષાઓના માધ્‍યમથી પત્રવ્‍યવહાર દ્વારા શિક્ષણ કાર્યને વેગ આપવાનો

રાજકોટ : સંસ્‍કળત ભારતીના કેન્‍દ્રિય કાર્યાલયના નવનિર્મિત ‘પ્રણવ' ભવનના લોકાર્પણ પ્રસંગે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતજીએ જણાવ્‍યું કે અક્ષય તળતીયા જેવા શુભ મુહૂર્તે પ્રણવઃ કાર્યાલયનું લોકાર્પણ અત્‍યંત આનંદદાયક અને શુભ સંકેત છે. આ એક સત્‍ય સંકલ્‍પ છે. ‘પ્રણવ' સળષ્ટિના મૂળ નાદનું પ્રતિક છે અને આ નામ સાથે શરૂ થયેલું કાર્ય પૂર્ણતાની દિશામાં આગળ વધશે.

તેમણે સંસ્‍કળતને ભારતનો પ્રાણ ગણાવતા જણાવ્‍યું કે સંસ્‍કળત માત્ર ભાષા નથી, પરંતુ ભારતની સંસ્‍કળતિ, પરંપરા અને જીવનદૃષ્ટિની આધારશિલા છે. ભારતને સમજવા માટે સંસ્‍કળતને સમજવું અનિવાર્ય છે, કારણ કે તેમો જ અમારી જ્ઞાનપરંપરા, દર્શન અને જીવનમૂલ્‍યો સમાયેલ છે. સંસ્‍કળત માત્ર ભાષા નહીં પરંતુ ભારતનો આત્‍મા છે. આ આપણા વિચાર, સંસ્‍કળતિ અને જ્ઞાનનો સાર છે, જે સમગ્ર વિશ્વને આપવાની જરૂર છે.

તેમણે વધુમાં જણાવ્‍યું કે સંસ્‍કળત તમામ ભારતીય ભાષાઓને જોડતી કડી છે અને તેના માધ્‍યમથી અન્‍ય ભાષાઓ પણ સરળતાથી શીખી શકાય છે. સંસ્‍કળતમાં રહેલું જ્ઞાન-વિજ્ઞાનનો વિશાળ ભંડાર સમગ્ર માનવજાત માટે ઉપયોગી છે. તેમણે કહ્યું કે કોઈપણ કાર્યમાં માત્ર રસ પૂરતો નથી, પરંતુ તેના હેતુની સ્‍પષ્ટ સમજ, ધીરજ અને સતત પ્રયત્‍ન જરૂરી છે. જેમ શ્વાસ-પ્રશ્વાસ સતત ચાલે છે અને તેમાં કયારેય કંટાળો નથી આવતો, તેમ સંસ્‍કળતના કાર્યને પણ અવિરત રીતે આગળ વધારવું જોઈએ.

સંસ્‍કળત શીખવા માટે તેમણે ‘સંભાષણ પદ્ધતિ'ને સૌથી સરળ અને અસરકારક માર્ગ ગણાવ્‍યો. તેમણે જણાવ્‍યું કે સંસ્‍કળતને વ્‍યવહારમાં લાવી, બોલચાલ દ્વારા સરળતાથી શીખી શકાય છે. સંસ્‍કળત સંભાષણ શિબિરો આ દિશામાં અત્‍યંત ઉપયોગી છે અને તેના દ્વારા ઓછા સમયમાં ભાષાનું જ્ઞાન મેળવી શકાય છે. જો આપણે સંસ્‍કળતને ફરી ગૌરવ અપાવવું હોય તો તેને લોકભાષા બનાવવી પડશે. ભારતને સમજવા માટે સંસ્‍કળત અનિવાર્ય છે.

તેમણે જણાવ્‍યું કે સંસ્‍કળત ભારતીનું કાર્ય તમામ ભાષાઓને સાથે લઈને ચાલવાનું છે. સંસ્‍કળતના માધ્‍યમથી અન્‍ય ભારતીય ભાષાઓ વધુ સમળદ્ધ બનશે અને સમાજમાં સાંસ્‍કળતિક એકતા વિકસશે.

સંસ્‍કળત ભાષાના પુનર્જાગરણ અને વૈશ્વિક પ્રસાર માટે સમર્પિત સંસ્‍કળત ભારતીના નવનિર્મિત ‘પ્રણવઃ' કેન્‍દ્રીય કાર્યાલયનું લોકાર્પણ અક્ષય તળતીયાના પાવન પ્રસંગે સંપન્ન થયું. લોકાર્પણ પહેલાં વૈદિક પરંપરા અનુસાર સરસંઘચાલકજીએ ‘ગાવો વિશ્વસ્‍ય માતરઃ'ની ભાવના સાથે ગૌમાતાની પૂજા કરી અને શતચંડી યજ્ઞમાં પૂર્ણાહુતિ અર્પણ કરી. આચાર્ય સુધિર વેદપાઠી, પ્રો. રામરાજ ઉપાધ્‍યાય અને પ્રો. પરમાનંદ ભારદ્વાજની ઉપસ્‍થિતિમાં સમગ્ર વૈદિક વિધિવિધાન સાથે અનુષ્‍ઠાન પૂર્ણ થયું.

આ પ્રસંગે સંસ્‍કળત ભારતીના અખિલ ભારતીય અધ્‍યક્ષ પ્રો. રમેશકુમાર પાંડેએ સૌનું સ્‍વાગત કર્યું, જ્‍યારે અખિલ ભારતીય સંગઠન મંત્રી જયપ્રકાશ ગૌતમે ‘પ્રણવ' ભવનની રચના, હેતુઓ અને ભાવિ યોજનાઓ વિશે વિસ્‍તળત માહિતી આપી.

જયપ્રકાશ ગૌતમે પ્રસ્‍તાવનામાં જણાવ્‍યું કે સંસ્‍કળત ભારતીની સ્‍થાપના વર્ષ ૧૯૮૧માં સંસ્‍કળતને બોલચાલની ભાષા બનાવવા માટે કરવામાં આવી હતી. બાદમાં આ એક વિશાળ સંસ્‍કળત આંદોલન તરીકે વિકસ્‍યું અને ૧૯૯૫માં તેને સંસ્‍કળત ભારતીઁ નામ આપવામાં આવ્‍યું. ૧૯૮૧માં થોડા વિદ્યાર્થીઓથી શરૂ થયેલું આ આંદોલન આજે ૨૮ દેશો અને ભારતના ૬૬૦ જિલ્લાઓ સુધી ફેલાયું છે.

આ કાર્યાલય આધુનિક સુવિધાઓ અને પ્રાચીન પરંપરાનો સુંદર સમન્‍વય છે. તેનો મુખ્‍ય હેતુ દેશની ૧૦૦ ટકા વસ્‍તી સુધી સંસ્‍કળત પહોંચાડવાનો અને ૧૨ ભાષાઓના માધ્‍યમથી પત્રવ્‍યવહાર દ્વારા શિક્ષણ કાર્યને વેગ આપવાનો છે. અહીં વાસ્‍તુશાષા, શિલ્‍પશાષા, વનસ્‍પતિ વિજ્ઞાન અને ધર્મશાષા જેવા વિષયો પર માર્ગદર્શન આપવા માટે વિદ્વાનો હંમેશા ઉપલબ્‍ધ રહેશે.

સમારંભમાં સહયોગ આપનાર ૧૧ વ્‍યક્‍તિઓ અને સંસ્‍થાઓના પ્રતિનિધિઓનું સન્‍માન કરવામાં આવ્‍યું. કાર્યક્રમમાં રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણિ સભ્‍ય સુરેશ સોની, કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણ સહિત દેશ-વિદેશમાંથી આવેલા શિક્ષણવિદો, વિદ્વાનો અને સંસ્‍કળતપ્રેમીઓ હાજર રહ્યા.

આ ભવન હવે સંસ્‍કળતના પ્રચાર-પ્રસાર, શિક્ષક તાલીમ અને વૈશ્વિક સંશોધન માટે એક મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર તરીકે કાર્ય કરશે. તેમ રાજકોટ નગર સંસ્‍કૃત ભારતી સૌરાષ્‍ટ્ર પ્રાંત પ્રચાર પ્રમુખ શ્રી સંજીવ જાની (મો. ૯૯૧૩પપ૪૦૬૪)ની યાદીમાં જણાવાયું છે.

સંસ્‍કળત માત્ર ભૂતકાળ નહીં, પરંતુ ભવિષ્‍યની પણ ભાષા :નરેન્‍દ્રભાઇ : 

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પોતાના સંદેશમાં જણાવ્‍યું કે, અક્ષય તળતીયાના પાવન પ્રસંગે ‘પ્રણવઃ' કાર્યાલયનું લોકાર્પણ અત્‍યંત આનંદની વાત છે. તેમણે તેને ભારતીય જ્ઞાનપરંપરા, સંસ્‍કળતિ અને આધ્‍યાત્‍મિક ચેતનાના પુનર્જાગરણ તરફનું પ્રેરણાદાયક પગલું ગણાવ્‍યું.

તેમણે જણાવ્‍યું કે સંસ્‍કળત અમારી પ્રાચીન અને સમળદ્ધ વારસાની વહનકારી છે. જેમાં રહેલું જ્ઞાન-વિજ્ઞાન અને દર્શન માનવજાતની અમૂલ્‍ય સંપત્તિ છે. નવી શિક્ષણ નીતિ દ્વારા ભારતીય ભાષાઓ અને જ્ઞાનપરંપરાને વિશેષ મહત્‍વ આપવામાં આવ્‍યું છે, જેના કારણે સંસ્‍કળતના સંરક્ષણ અને વિકાસને નવી દિશા મળી છે. સંસ્‍કળત માત્ર ભૂતકાળની નહીં પરંતુ વર્તમાન અને ભવિષ્‍યની પણ શક્‍તિશાળી ભાષા છે અને‘પ્રણવઃ' કાર્યાલય આ દિશામાં મહત્‍વપૂર્ણ માઇલસ્‍ટોન સાબિત થશે.

પ્રધાનમંત્રીનો સંદેશ સચિન કઠાલેએ વાંચ્‍યો હતો. કાર્યક્રમ દરમિયાન શારદા પીઠ, શ્રુંગેરીના જગદગુરુ શંકરાચાર્ય વિદુષેખર ભારતીનો સંદેશ પણ વાંચવામાં આવ્‍યો.

(2:35 PM IST)