<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

પ્રેમથી થયેલો સત્‍સંગ એ સ્‍વર્ગથી પણ મહાન છે : પૂ. મોરારીબાપુ

કોચી-કેરળમાં આયોજીત ‘‘માનસ મૃત્‍યુ લોક'' શ્રી રામકથાનો આજે છઠ્ઠો દિવસ

રાજકોટતા. ૧૮ :  કોચી (કેરળ) ના વાયુમંડળમાં પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ મૃત્‍યુ લોક' ગઇકાલે બુધવારે પાંચમા દિવસના શુભ-મંગલ પડાવ પર પ્‍હોંચી હતી. કથાનો પ્રેમમય સંવાદ આગળ ધપાવતાં પૂ. મોરારીબાપુએ જણાવ્‍યું કે ગઇકાલે સાંજે પ્રેમસભામાં ખૂબ આનંદ આવ્‍યો. સૌ કલાકારો-સર્જકોએ પોતાની કલા પ્રસ્‍તુત કરી એની પ્રસન્નતા છે. કથાના પ્રારંભે ડો. ભદ્રાયુ વચ્‍છરાજાની અને ડો. નીતિન વડગામા સંકલિત રામકથાની પુસ્‍તિકા વ્‍યાસપીઠને બ્રહ્માર્પણ થઇ હતી. ડો. ભદ્રાયુ વચ્‍છરાજાની એ ઓશોના જીવન વિશે જન્‍મભૂમિ જુથના અખબારોમાં જે કોલમ લખેલી એ ‘ઓશોની આરપાર' પુસ્‍તક રૂપે પ્રગટ થઇ છે અને વ્‍યાસપીઠ પર પ્રિય બાપુના શુભ હસ્‍તે બ્રર્હ્માપતિ થઇ હતી. બાપુની રામકથાઓનું ‘માનસરૂદ્રાભિષેક' રામકથાના સારદોહનની પુસ્‍તિકા ‘રામકથા' પણ વ્‍યાસપીઠને અર્પણ થઇ હતી.

પૂ. મોરારી બાપુએ કહ્યું કે પ્રેમથી થયેલો સત્‍સંગ એ સ્‍વર્ગથી પણ મહાન છે.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે સ્‍વર્ગ લોકમાં ભય નથી, ત્‍યાં બુઢાપો-ઘડપણ નથી, ત્‍યાં ભૂખ-તરસ અને શોક નથી. જો સ્‍વર્ગ લોકમાં ભય નથી તો ઇન્‍દ્ર કેમ કાયમ ભયભીત છે ? ચિત્રકુટમાં ભરતજી રામજીને મળવા જાય છે ત્‍યારે સ્‍વર્ગલોકના દેવતાઓ બન્ને ભાઇઓનું મિલન અટકાવા કૈંક કાવાદાવ-કપટ રચે છે, અરે ! ત્‍યાં સુધી તુલસીદાસજી નોંધ છે કે ચિત્રકુટમાં તંત્ર પ્રયોગ પણ રચેલા ! જયારે જયારે મૃત્‍યુ લોકમાં કોઇ યજ્ઞ કે શુભકર્મો થતા હોય ત્‍યારે દેવતાઓ-ઇન્‍દ્ર વગેરે ભયભીત રહે છે ! હદ થી વધારે જયાં ભોગ હોય ત્‍યાં ભય હોય જ છે. આ શ્‍લોકમાં સ્‍વર્ગલોકનું વર્ણન છે એના વિશે કૈલાસપીઠાધીશ પૂ. વિષ્‍ટુ દેવાનંદગિરીજી મહારાજે (મારાદાદા) ખૂબ સુંદર ટિપ્‍પણી લખી છે એ આપને કહું.. સત્‍સંગથી અધિક કોઇ સ્‍વર્ગ નથી. સંપર્ક સિમિતિ છે, સંસર્ગ દિર્ધજીવી છે પણ સ્‍વસંસર્ગ અતિ મહતવનો છે. સત્‍સંગ મૃત્‍યુ લોકમાં જ છે. પ્રેમથી થયેલો સત્‍સંગ સ્‍વર્ગથી સ્‍વર્ગ કરતા પણ મહાન છે. સ્‍વસંસર્ગ એટલે નિરંતર પોતાનો સ્‍વાધ્‍યાય, ખુદનો સ્‍વાધ્‍યાય સત્‍સંગમાં જે સુખ છે તે સ્‍વર્ગમાં પણ નથી ! મૃત્‍યુ લોકમાં સત્‍સંગ સ્‍વસંસર્ગ એ સ્‍વર્ગ છે.

એક પ્રશ્‍ન પૂછાયો છે કે બાપુ, સાધુ વિશે ખૂબ લખાય છે. બોલાય છે, તો સાધુની વ્‍યાખ્‍યા શું ? જવાબ : હું ઘણી વખત કહ્યાં જ કરું છુ કે, આપણે સાચા સાધુના પડછાયા ને જ પકડી શકીએ છીએ, બાકી સાધુ એટલે સાધુ એટલે સાધુને કહવે કહું કે સત્‍ય સાધુ, પ્રેમ સાધુ, કરૂણા સાધુ.

- મનોજ જોષી

‘મજો', રાજકોટ

મો. ૮૧૪૦ર ૧૩૧૩૦,

મો. ૯૪ર૬ર ૪ર૧૧પ

ભારત દેશના ભાલે રામકથારૂપી સ્‍વસ્‍તિક

રાજકોટ, તા. ૧૮ : પૂ. મોરારીબાપુએ આવનારા દિવસોમાં બે રામકથાઓ વિશે માહિતી આપતા કહ્યું હતું કે, કાલડી (જગદ્‌્‌ગુરૂ શંકરાચાર્યજીનું જન્‍મસ્‍થાન) થી કેદારનાથ  રામ કથા કરવા થઇ રહ્યા છીએ. આસો નવરાત્રિમાં આ કથા યાત્રાનું ગાન થશે. તમે સૌ ટીવીમાં જોજો અને બીજી કથા દ્વારકાથી જગન્નાથની થશે. આપ સૌ આશિર્વાદ આપજો. આ રામકથા દ્વારા ભારત દેશના ભાલે એક સ્‍વસ્‍તિક (સાથિઓ) રચવો છે.

(4:25 PM IST)