તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સાઉદીએ બંધ કરી સૌથી મોટી પાઇપ લાઇનઃ વધશે સંકટ
યમનના હૂતિયોના સતત થઇ રહેલા ભીષણ હુમલા વચ્ચે

રિયાધ,તા.૧૨: યમનના હૂતિયોના સતત થઇ રહેલા ભીષણ હુમલા વચ્ચે સાઉદી અરેબિયાએ તેની એક મોટી પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ પાઇપલાઇન પર એક દિવસ પહેલા ડ્રોનથી હુમલો થયો હતો. સાઉદી અરેબિયાના બે અધિકારીઓએ જણાવ્યું કે એક દિવસ પહેલા થયેલા હુમલા બાદ ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇનને બંધ કરી દેવામાં આવી છે. ઇરાની સેના દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પ્રભાવી રીતે બંધ કરી દીધા બાદ આ પાઇપલાઇન સાઉદી અરેબિયાની તેલ નિકાસક માટે લાઇફલાઇન બની ગઇ છે.
જો કે હજુ ડ્રોન હુમલામાં પાઇપલાઇનને નુકસાન થવા અંગે આધિકારીક જાણકારી સામે નથી આવી. સાઉદી ઉર્જા મંત્રાલયે આ પાઇપલાઇનને બંધ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવા માટે ઉઠાવેલું પગલું ગણાવ્યું. જો કે ઇરાન સમર્થિત આઉટલેટ ધ હોર્મુઝ લેટરે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પાઇપલાઇનને ઓછામાં ઓછી ૮ જગ્યાઓ પર ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે મદીનાના દક્ષિણ-પૂર્વમાં પાઇપલાઇનના રસ્તે આગળ આગ લાગી છે.
સૂત્રોએ જણાવ્યું કે હુમલા પછી તરત જ ઇમરજન્સી અને સ્પેશિયલાઇઝ્ડ ટેકનિકલ ટીમો એક્શનમાં આવી ગઈ. ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન હેઠળ પાઇપલાઇનને સુરક્ષિત કરવા અને તેની સુરક્ષાનું આકલન કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા.
ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન સાઉદી અરેબિયાનો એકમાત્ર એવો તેલ નિકાસ રૂટ છે જે હોર્મુઝમાંથી પસાર થતો નથી. આ પાઇપલાઇન દ્વારા સાઉદી લાલ સમુદ્રના માર્ગે તેલ બહાર મોકલે છે. તેની ક્ષમતા દૈનિક ૭૦ લાખ બેરલની છે. ૧૯૮૦ના દશકમાં બનેલી આ પાઇપલાઇને સાઉદી અરેબિયા માટે તેલ નિકાસ ચાલુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખાસ કરીને જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચેની લડાઇના કારણે હોર્મુઝની સમુદ્રધૂની (જલડમરૂમધ્ય) થી નિકાસમાં અડચણ આવી છે. હાલમાં આ પાઇપલાઇનમાંથી કંઈપણ પસાર થઈ રહ્યું નથી
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
