News of Tuesday, 10th November 2026
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં હૂતી વિદ્રોહીઓના હુમલા બાદ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર
હૂતી વિદ્રોહીઓના હુમલામાં અરામકો ટાવરને પણ નુકસાન પહોંચ્યું: સુરક્ષા એજન્સીઓ સંભવિત ખતરા સામે સતર્ક બની: સુરક્ષા વ્યવસ્થા પર નજર

સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં હૂતી વિદ્રોહીઓના હુમલા બાદ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હુમલાની ઘટનાઓ બાદ સાઉદી અરેબિયામાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે. અહેવાલો મુજબ, હૂતી વિદ્રોહીઓના હુમલામાં અરામકો ટાવરને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે સુરક્ષા એજન્સીઓ સંભવિત ખતરા સામે સતર્ક બની છે અને સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી છે. યમનના હૂતી વિદ્રોહીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે સતત વધી રહેલા તણાવને કારણે રિયાધ સહિતના વિસ્તારોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
