તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
સાવરકરે ૧૦ દયા અરજી કરી હતી, અંગ્રેજો પ્રત્યે વફાદારી નહીં: પ્રપૌત્ર
ફોજદારી માનહાનિનો કેસ રાહુલ ગાંધીના માર્ચ ૨૦૨૩માં લંડનમાં કરાયેલા એક ભાષણ સાથે સંબંધિત છે

પૂણે,તા.૧૮: વીર સાવરકરના પ્રપૌત્ર સાત્યકી સાવરકરે પૂણેની અદાલતમાં સ્વીકાર્યું હતું કે, વી ડી સાવરકરે સજામાં રાહત મેળવવા માટે બ્રિટિશ સરકારને ૧૦ વખત દયાની અરજી કરી હતી. જોકે આ અરજીઓનો સ્વર નમ્રતા દર્શાવતો ન હતો અને તેમાં બ્રિટિશ શાસકો પ્રત્યે વફાદારી વ્યક્ત કરતા શબ્દો પણ નહોતા. સોમવારે વિશેષ ન્યાયાધીશ અમોલ શિદેની અદાલતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વકીલ મિલિદ પવાર દ્વારા કરવામાં આવેલી ઊલટતપાસ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ ફોજદારી માનહાનિનો કેસ રાહુલ ગાંધીના માર્ચ ૨૦૨૩માં લંડનમાં કરાયેલા એક ભાષણ સાથે સંબંધિત છે. સાત્યકી સાવરકરે ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે, રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વીર સાવરકર અંગે ખોટું નિવેદન આપીને તેમની માનહાનિ કરી હતી.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
