<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

ભયાનક ગરમી પડતી હોવાથી બપોરે જીવવું ભારે થઈ જાય છે એમ કહીને મોનિકા વારંવાર ઘરમાં એરકન્‍ડિશનર લગાવવાની ડિમાન્‍ડ કરતી હતી

પત્‍નીએ AC લગાવવાની ડિમાન્‍ડ કરીઃ પતિ એ લાવી ન શક્‍યો એટલે આપઘાત કર્યો

ચેન્નઈ તા.૨૮: ચેન્નઈના તિરુવલ્‍લુરમાં ગરમી માઝા મૂકી રહી છે. જોકે ભીષણ ગરમીથી પરેશાન એક મહિલાએ પતિને ઘરમાં AC લગાવી આપવાની માગણી કરી હતી. બે વર્ષ પહેલાં જ તેમનાં લવમેરેજ થયાં હતાં. ૨૬ વર્ષના આકાશ અને ૨૫ વર્ષની મોનિકા સ્‍કૂલ અને કોલેજના સમયથી એકબીજાના પ્રેમમાં હતાં. આકાશ કપડાંની એક દુકાનમાં સેલ્‍સમેન તરીકે કામ કરે છે અને મોનિકા ગૃહિણી હતી. ભયાનક ગરમી પડતી હોવાથી બપોરે જીવવું ભારે થઈ જાય છે એમ કહીને મોનિકા વારંવાર ઘરમાં એરકન્‍ડિશનર લગાવવાની ડિમાન્‍ડ કરતી હતી, પણ આકાશ સાંભળતો નહોતો. સીમિત આવકમાં તેને એરકન્‍ડિશનર લાવવાનું પોસાય એમ નહોતું એટલે તે ટાળતો હતો. જોકે આ વાતને લઈને તેમના ઘરમાં ઝઘડા વધી ગયા હતા. રાતે ઝઘડો કરીને આકાશ તેના પેરન્‍ટ્‍સ સાથે ઘરની છત પર સૂવા જતો રહ્યો. ઘરમાં મોનિકા એકલી જ હતી. પરિવારજનો સવારે ઊઠીને નીચે આવ્‍યા ત્‍યારે મોનિકાએ સાડીનો ફંદો બનાવીને પંખા પર લટકીને આત્‍મહત્‍યા કરી લીધી હતી.

(10:45 AM IST)