તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
SBI ગ્રાહકોને હવે ઘરબેઠા મફતમાં મળશે તમામ બેન્કિંગ સર્વિસ
ફંડ ટ્રાન્સફર, રોકડ ઉપાડ, ખાતાનું સ્ટેટમેન્ટ મંગાવવું, ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ જમા કરવા જેવી સુવિધા ઘરબેઠા મળશે

નવી દિલ્હી :વર્તમાન સમયમાં લોકો ઈચ્છે છે કે તેમનું મોટાભાગનું કામકાજ ભાગદોડ વગર ઘરે બેઠા જ પૂરા થઈ જાય. ખાસ કરીને બેન્કને લગતા કામકાજ લાંબી લાઈનોમાં ઉભા રહ્યા વગર કે વારંવાર બ્રાન્ચના ધક્કા ખાધા વગર પૂરા કરી શકાય તે ખૂબ જ જરૂરી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેના ગ્રાહકોને હવે ડોરસ્ટેપ બેન્કિંગ સર્વિસને વધુ સરળ બનાવી છે.
આ સુવિધા અંતર્ગત હવે ગ્રાહકો ઘરે બેઠા જ બેન્કિંગ કામકાજને સરળતાથી કરી શકે છે. તેમાં ફંડ ટ્રાન્સફર, રોકડ ઉપાડ, ખાતાનું સ્ટેટમેન્ટ મંગાવવું, ડિજિટલ લાઈફ સર્ટીફિકેટ જમા કરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે. એટલે કે નાની નાની જરૂરિયાતો માટે ગ્રાહકોએ બેંકના ચક્કર કાપવા પડશે નહીં.
આ સેવા SBI Alliance મારફતે આપવામાં આવી રહી છે. જેમાં અનેક સરકારી બેંક સાથે મળી ગ્રાહકોને વધારે સારી સુવિધા આપવાનો પ્રયત્ન કરી રહી છે. તેનો ઉદ્દેશ ગ્રાહકોને સુરક્ષિત તથા સરળ રીતે બેન્કિંગ સેવા તેમના ઘર સુધી પહોંચાડવાનો છે.
સૌથી સારી વાત એ છે કે સીનિયર સિટીઝન્સ એટલે કે વૃદ્ધો માટે આ સેવા સંપૂર્ણપણે ફ્રી રાખે છે.વરિષ્ઠ નાગરિકોને ઘણીવાર બેંકોમાં જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેથી આ સુવિધા તેમના માટે નોંધપાત્ર રાહત બની શકે છે.હવે તેમને પૈસા ઉપાડવા અથવા મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવા માટે ક્યાંય મુસાફરી કરવાની જરૂર રહેશે નહીં.
ગ્રાહકો આ સેવાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે અથવા માહિતી માટે આપેલા હેલ્પલાઈન નંબર પર કૉલ કરી શકે છે.બેંકે ગ્રાહકોને પ્રતિસાદ આપવા પણ વિનંતી કરી છે જેથી સેવામાં સુધારો થઈ શકે.
જોકે આ સેવાનો લાભ લેવા માટે અમુક નિયમો અને શરતો લાગુ પડે છે, જે પહેલાથી જ સમજી લેવી જોઈએ. એકંદરે SBI દ્વારા આ પહેલ ડિજિટલ અને સરળ બેંકિંગ તરફ એક મોટું પગલું છે. તે ફક્ત સમય બચાવશે નહીં પરંતુ લોકોને સુવિધા પણ આપશે, ખાસ કરીને જેઓ કોઈ કારણોસર બેંકની મુલાકાત લેવામાં અસમર્થ છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
