<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

અમેરિકામાં મોંઘી વસ્‍તુઓ મંગાવી સસ્‍તો માલ પરત મોકલવાનું કૌભાંડઃ ૪૧ વર્ષના કિનિત પટેલે ગુનો કબૂલ્‍યો, ૨૦ વર્ષ સુધીની જેલની સજા ?

ફલોરિડા, તા. ૨૫  : અમેરિકાના ફલોરિડા રાજ્‍યના બ્રેડન્‍ટન શહેરમાં રહેતા ૪૧ વર્ષના કિનિત પટેલે અમેરિકાની વિશાળ રિટેલ કંપની ‘હોમ ડેપો' સાથે છેતરપિડી કર્યાનો ગુનો કબૂલ્‍યો છે.

અમેરિકાના ન્‍યાય વિભાગના જણાવ્‍યા અનુસાર જાન્‍યુઆરી ૨૦૨૪થી ડિસેમ્‍બર ૨૦૨૫ દરમિયાન કિનિત પટેલે સેંકડો વસ્‍તુઓની ખરીદી કરીને ખોટા રિફંડ મેળવ્‍યા હતા. આ કૌભાંડમાં ૧,૪૯,૪૭૩ ડોલર અને ૫૦ સેન્‍ટની છેતરપિડી થઈ હતી.

એફબીઆઈ અને બ્રેડન્‍ટન પોલીસે આ પ્રકરણની તપાસ કરી હતી. કિનિત પટેલને મહત્તમ ૨૦ વર્ષની જેલની સજા થઈ શકે છે. સજા જાહેર કરવાની તારીખ હજુ નક્કી થઈ નથી. કિનિત પટેલ ગુજરાતના કયા વિસ્‍તારનો વતની છે અને તેની નાગરિકતા અંગે સત્તાવાર વિગતો ઉપલબ્‍ધ થઈ નથી

(3:51 PM IST)