તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
હવામાન વિભાગની ‘અતિ ભારે’ વરસાદની ચેતવણી વચ્ચે ૨૫ સપ્ટેમ્બરે શાળાઓ બંધ રહેશે? જાણો દેશના કયા રાજ્યો અને શહેરોમાં રજા જાહેર કરાઈ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ઊંડા ડિપ્રેશનના કારણે ઓડિશા, છત્તીસગઢ, બંગાળ અને યુપીમાં મુશળધાર વરસાદ અને પૂરનું જોખમ; ગણેશ વિસર્જન નિમિત્તે તેલંગાણાના ચાર જિલ્લામાં શાળાઓમાં રજા

નવી દિલ્હી : સપ્ટેમ્બર મહિનાના અંતમાં હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થયો છે. આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા દરિયાકાંઠે સર્જાયેલા 'ડિપ ડિપ્રેશન' (ઊંડા દબાણ)ના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાનની આ ગંભીર સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી છે કે શું આવતીકાલે, ૨૫ સપ્ટેમ્બરે શાળાઓ અને કોલેજોમાં રજા રહેશે કે નહીં.
IMDના તાજેતરના બુલેટિન અનુસાર, દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ૫૦ થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વાવાઝોડું અને ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, પૂર્વ મેદિનીપુર, હાવડા અને ઝારગ્રામ સહિતના જિલ્લાઓમાં અચાનક પૂર (Flash Flood) અને પાણી ભરાવાનું જોખમ તોળાઈ રહ્યું છે. દરિયામાં ૭૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની ધારણા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે.
શાળા-કોલેજોમાં રજા અંગે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે દેશવ્યાપી કોઈ રજા જાહેર કરવામાં આવી નથી અને પરિસ્થિતિ મુજબ સ્થાનિક જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) રજા અંગે આખરી નિર્ણય લેશે. જોકે, ગણેશ મૂર્તિ વિસર્જનની વિશાળ શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને તેલંગાણા સરકારે ૨૫ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ હૈદરાબાદ, સિકંદરાબાદ, રંગારેડ્ડી અને મેડચલ મલ્કજગિરી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરી દીધી છે. દિલ્હી-NCR માં પણ ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે વરસાદની શક્યતા હોવાથી વાલીઓને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓ પર નજર રાખવા જણાવાયું છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
