<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

દિલ્હીમાં કાળઝાળ ગરમી :તાપમાન 41°C પાર પહોંચ્યું : કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

રિજ વિસ્તાર સૌથી ગરમ નોંધાયો: હવામાન વિભાગે ગાજવીજ અને ઝરમર વરસાદની આગાહી કરી છે, પરંતુ ગરમીમાં ખાસ રાહત નહીં: જાણો સંપૂર્ણ અપડેટ

નવી દિલ્હી :રાજધાનીમાં ગરમીનું મોજું હવે ઝડપથી વધી રહ્યું છે. તાપમાન પણ ઝડપથી વધી રહ્યું છે. ગુરુવારે, દિવસભર તીવ્ર સૂર્યપ્રકાશને કારણે લોકો ગરમીમાં સેકાઈ રહ્યા હતા. જોકે, હવામાન વિભાગે શુક્રવારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ઝરમર વરસાદની આગાહી કરી છે. એ અલગ વાત છે કે તેનાથી ગરમી અને તાપમાનમાં ખાસ ફરક પડવાની શક્યતા નથી 

ગરમીનું પ્રમાણ વધુ અતુ અને મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધારે હતું. લઘુત્તમ તાપમાન 20.3 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી ઓછું હતું. ભેજનું સ્તર 73 થી 19 ટકા સુધી હતું. રિજ વિસ્તાર દિલ્હીનો સૌથી ગરમ વિસ્તાર હતો, જ્યાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 22.5 ડિગ્રી સેલ્સિયસ હતું. 

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, તાપમાન સામાન્ય કરતા બે થી ચાર ડિગ્રી ઉપર વધી રહ્યું છે, જેના કારણે લોકો દિવસ દરમિયાન તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આગામી દિવસોમાં તાપમાન વધુ વધી શકે છે, તેથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

 

 

(1:15 PM IST)