તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
ભંગારના વેપારીઓએ ૨.૫૦ લાખથી વધુની ખરીદી કરી તો બે ટકા ટીડીએસ ચૂકવવો પડશે
GSTમાં ટીડીએસના નિયમોમાં ફેરફાર કરતું જાહેરનામું બહાર પડાયું

મુંબઈ,તા.૧૭: ભંગારના વેપાર સાથે જોડાયેલા દ્વારા જ સૌથી વધુ બોગસ બિલિગ કરતા હોવાનું સમયાંતરે બહાર આવે છે. તેને ધ્યાને રાખીને સીબીઆઈસીએ ભંગારના વેપારીઓ દ્વારા ૨.૫૦ લાખનો ભંગાર ખરીદવામાં આવે કે પછી વેચવામાં આવે તો તે પેટે ૨ ટકા ટીડીએસ જ ચૂકવવાનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. ભંગાર ખરીદદાર દ્વારા કાપવામાં આવેલો ટીડીએસ જીએસટીઆર-૭ દ્વારા સરકારમાં જમા કરાવવામાં આવશે. જેની ક્રેડિટ તરત જ વેચનારના ઈલેક્ટ્રોનિક કેશ લેજરમાં જમા થઈ જશે.
વેપારી આ રકમનો ઉપયોગ ભવિષ્યના ટેક્સ ભરવા માટે કરી શકશે. આ નિર્ણયથી સ્ક્રેપ અને રિસાયક્લિંગ સેક્ટરમાં થતા વ્યવહારોમાં પારદર્શિતા વધશે અને કરચોરી અટકાવવામાં મદદ મળશે તેમ ટેક્સ નિષ્ણાતોનું માનવું છે. હાલમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ સીબીઆઈસી દ્વારા સત્તાવાર રીતે તેનું નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે. જેથી ૧ નવેમ્બરથી ભંગારના વેપારીઓએ ૨.૫૦ લાખ રૂપિયાથી વધુની ખરીદી કરી હોય અથવા તો ભંગારનું વેચાણ કર્યું હોય તો ફરજિયાત ૨ ટકા ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.
ભંગારમાં પણ અલગ અલગ કેટેગરી નક્કી કરાઈ
અત્યાર સુધી ભંગારમાં બે ટકા ટીડીએસનો નિયમ લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ અને સ્ટીલમાં જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ એક નવેમ્બરથી તેમાં સુધારો કરીને અલગ અલગ કેટેગરી ઉમેરવામાં આવી છે. તેમજ તેનો એચએસએન કોડ પણ જારી કરી દેવામાં આવ્યો છે. જેથી પ્લાસ્ટિક વેસ્ટ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ, વપરાયેલું ખાધ તેલ. ટાયર વેસ્ટ સહિતનાઓ માટે અલગ અલગ કેટેગરી નક્કી કરી દેવામાં આવી છે. આ કારણોસર સરકારને પણ એચએસએનના આધારે ભંગારની વિગતો સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તેમજ ભંગારના વેપારીઓ દ્વારા કરવામાં આવતા બોગસ બિલિગને અટકાવવા માટે પણ આ એક પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
