હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાસ્ત્ર પ્રતિષ્ઠા માટે નથી, નિષ્ઠાની પરિપુષ્ટિ માટે છેઃ પૂ.મોરારીબાપુ
મહારાષ્ટ્રના કિલ્લારી-લાતુરમાં ‘માનસ વાલ્મીકી આશ્રમ' શ્રી રામકથાનો કાલે વિરામ

રાજકોટ, તા. ૩૦: કિલ્લારી-મહારાષ્ટ્ર (લાતૂર)ની લોકમંગલમય ચેતનાની ધરા પર પ્રવાહિત થતી રામકથા ‘માનસ વાલ્મીકિ આશ્રમ'ના સાતમાં દિવસે-ગઇકાલે કથાસેવાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પૂ. મોરારીબાપુએ કહયું કે- આપણે ત્યાં અડસઠ તીર્થનો વિશેષ મહિમા છે. મારા સદ્ગુરૂ-દાદાએ મને આ તીર્થો અંગે સંવાદ કરેલો એનું સ્મરણ થાય છે. એ દિવસે તીર્થોની જ વાતો થયેલી જેટલા સ્મરણમાં છે એની વાત કરૂ.. માનસરોવર એ માનસતીર્થ છે. તલગાજરડીય દૃષ્ટિએ કૈલાસ એ ગોૈરીશંકર હંસતીર્થ છે, જયાં શંકર-પાર્વતી નિરંતર નિવાસ કરે છે. ગંગા-ભકિત તીર્થ છે. યમુના -કર્મતીર્થ છે. સરસ્વતી-બ્રહ્મવિદ્યા તીર્થ છે. પ્રયાગ સંગમતીર્થ વે, પુષ્કર-રાજતીર્થ છે. કાલકી -કેદારનાથ-શંકરતીર્થ છે કાન ભુસ્કુંડીજી આશ્રમ-કાનતીર્થ છે. બદ્રીનાથ-નારાયણતીર્થ છે. દેવારિકા-શારદાતીર્થ છે (શારદાપીઠ) રામેશ્વરમ-સેતુતીર્થ છે. અયોધ્યા-સત્યતીર્થ છે, વૃંદાવન-પ્રેમતીર્થ છે જગન્નાથ -જગદિશ તીર્થ કાશી એ કરૂણાતીર્થ છે અને વાલ્મીકિ આશ્રમએ રામાયણ તીર્થ છે.
પૂ.મોરારીબાપુએ વધુમાં કહયુ કે આપણા ચાર શાસ્ત્રો છે. ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર. આ ચારે-ચાર શાસ્ત્રમાં પ્રેમ ન હોય તો? ધર્મશાસ્ત્ર રસ વગર અધુરૂ છે. શ્રધ્ધારસ પણ જરૂરી છે. જીસસ કાઇટનું એક ગિરિપ્રવચન છે. ખૂબ સરસ પ્રવચન છે. એમાં પ્રેમ-શ્રધ્ધાની વાત છે. લોકોએ જીસસને પુછયુ કે તમે પ્રેમ અને શ્રધ્ધાના વાત કરો છો. તમને ધક્કો દઇને ખીણમાં ધકેલી દઇએ તો ભગવાન તમને ઝીલવા આવશે? ત્યારે જીસસ જવાબ આપે છે કે મને મારા ઇશ્વર પર પૂર્ણ શ્રધ્ધા છે, પ્રેમ છે એટલે એ ચોક્કસ મને બચાવી જ લે પણ હું મારા ભગવાનની એવી કસોટી શા માટે કરૂ? હું પૂર્ણ શ્રધ્ધાવાદી છું પણ એનો અર્થ એ નથી કે હું મારા ઇશ્વરની કસોટી કરૂ. પ્રેમની કસોટી એ શ્રધ્ધાનું પરિણામ છે. બાપ આ ચારેય શાસ્ત્રો પછી તલગાજરડા પ્રેમ શાસ્ત્રને માને છે અને રામાયણ શાસ્ત્ર છે પ્રેમ શાસ્ત્ર છે શાસ્ત્રએ કોઇ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે નથી, નિષ્ઠાની પરિપુષ્ટિ માટે શાસ્ત્રો છે.
પૂ. મોરારીબાપુએ કહયુ કે, સાધુ સ્વયંવન છે, સાધુ નદી છે, સાધુ સર્વતી મા બનીને સૌને ધારણ કરે છે. સધુ એ અર્થમાં ઘાટક છે, સાધુ પર્વત છે અને સાધુ ધરતી છે. પર્વતના ત્રણ લક્ષણ (૧) ઉંચાઇ (ર) અચલ અને (૩) અસ્મિતા. પર્વતની અસ્મિતા એવી કે લોકો પરિક્રમા કરે છે. વનના ત્રણ લક્ષણ (૧) ધનતા-સધનતા (ર) વનમાં સાધુ રહે છે જે કદમુલ-ફળ ખાઇને સાધના કરે છે, વનમાં સાધુતા રહે છે અને (૩) વન પ્રાણવાયુ ઉત્પન્ન કરે છે. મહારાષ્ટ્રનું ગાન કરવા આવવું છે. પરવણીમાં કથાગાન કરીશું. જોઇએ જોગ, લગન, વાર તિથી જયારે અનુકુળ થશે ત્યારે નેવું ટકા પાકકું. (-મનોજ જોશી ‘મજો' રાજકોટ- મો. ૮૧૪૦૨ ૧૩૧૩૦, મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
