<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

ટ્રેનના AC કોચમાં દીવો-અગરબત્તી કરીને પૂજાપાઠ કરવા બેસી ગયેલા ભાઈને શોધવા રેલ્‍વેએ માગી મદદ

AC ટ્રેનના કોચમાં પૂજા કરતા મુસાફરનો વીડિયો વાયરલ

નવી દિલ્‍હી,તા.૨૯: સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક ઍર-કન્‍ડિશન્‍ડ રેલવે-કોચમાં ઉપરની બર્થ પર એક ભાઈ રીતસર દીવો પ્રગટાવીને અને ધૂપ-અગરબત્તી કરીને જપમાળા કરવામાં મગ્ન છે. આસપાસના લોકો તેમને બૂમો પાડીને કહી રહ્યા છે કે આ પબ્‍લિક માટે જોખમી છે, ઍર-કન્‍ડિશન્‍ડ ડબ્‍બો છે અને એમાં આગ અને ધુમાડો કરવાનું ઠીક નથી. વિડિયોમાં કોઈ કહેતું સંભળાય છે કે અગરબત્તીના ધુમાડાથી સ્‍મોક ડિટેક્‍શન સિસ્‍ટમ ટ્રિગર થઈ જશે અને બંધ ડબ્‍બામાં ઘીનો દીવો તો બધા માટે જોખમી થઈ જશે. જોકે એ પછી પણ પૂજામાં મગ્ન ભાઈને જાણે કંઈ પડી જ ન હોય એમ તેઓ વર્તે છે. તેમણે દીવો તરત બંધ કર્યો કે નહીં એ તો ખબર નથી પડતી, પરંતુ આ વિડિયો વાઇરલ થયા પછી રેલવેવાળા જાગૃત થઈ ગયા છે. રેલવેસેવા નામના ટ્‍વિટર હેન્‍ડલ પર એક પોસ્‍ટ મૂકવામાં આવી છે જેમાં આ વિડિયો લેનારને ઘટનાનો સમય, તારીખ, ટ્રેન-નંબર, PNR નંબર અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરવાની વિનંતી કરી છે

(10:37 AM IST)