News of Saturday, 23rd May 2026
NDAને એક સીટનું નુકસાનઃ વિપક્ષને ફાયદો
NDA એક બેઠક ગુમાવે તેવી શકયતા જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષને ત્રણ બેઠક મળવાનો અંદાજ : હાલમાં, ૨૪૪ સભ્યોની રાજ્યસભામાં NDA પાસે ૧૪૯ સાંસદો છે. વિપક્ષ પાસે ૭૮ સાંસદો છે, જ્યારે પ્રાદેશિક પક્ષો પાસે ૧૭ સભ્યો છે

નવી દિલ્હી તા.૨૩: ચૂંટણી પંચે ૧૮ જૂને ૧૨ રાજ્યોમાં ૨૬ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ફઝ્રખ્ એક બેઠક ગુમાવે તેવી શકયતા છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષને ત્રણ બેઠક મળવાનો અંદાજ છે. ૧૮ જૂને ૧૨ રાજ્યોમાં ૨૬ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે શુક્રવારે આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એક બેઠક ગુમાવે તેવી શકયતા છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષને ત્રણ બેઠક મળવાનો અંદાજ છે. વર્તમાન સભ્યોની નિવૃત્તિને કારણે આ બેઠકો પર ચૂંટણી લડાઈ રહી છે. નિવૃત્ત થનારાઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડા, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને કેન્દ્રીય મંત્રીઓ રવનીત સિહ અને જ્યોર્જ કુરિયનનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૮ જૂન હશે. ૨૬ બેઠકોમાંથી, NDA પાસે હાલમાં ૧૮, કોંગ્રેસ પાસે ચાર, ઝારખંડ મુકિત મોરચા (JMM) પાસે એક અને YSRCP પાસે ત્રણ બેઠક મળવાની શકયતા છે.
આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો માટે મતદાન યોજાશે. ઝારખંડમાં બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક માટે પણ ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એક-એક બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીઓમા NDAને ૧૭ બેઠકો મળવાની ધારણા છે, જ્યારે કોંગ્રેસને પાંચ બેઠકો મળવાની ધારણા છે. JMMને બે બેઠકો અને તમિલનાડુ વેત્રી કઝગમ (TVK)ને એક બેઠક મળવાની ધારણા છે.
રાજસ્થાનની ત્રણ બેઠકોમાંથી, ભાજપને બે અને કોંગ્રેસને એક બેઠક મળવાની ધારણા છે. રાજસ્થાન વિધાનસભામાં ભાજપ પાસે ૧૧૮ ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે ૬૭ ધારાસભ્યો છે. બાકીની બેઠકો અન્ય પક્ષો અને અપક્ષો પાસે છે. કર્ણાટકમાં, કોંગ્રેસને ત્રણ બેઠકો અને ભાજપને એક બેઠક મળવાની ધારણા છે. આંધ્રપ્રદેશમાં, તેલુગુ દેશમ પાર્ટીને ચારેય બેઠકો મળવાની ધારણા છે, જ્યારે ગુજરાતમાં, ભાજપને ચારેય બેઠકો મળવાનો અંદાજ છે. ઝારખંડમાં, JMM-કોંગ્રેસ ગઠબંધન બંને બેઠકો જીતી શકે છે, જોકે ભાજપ ક્રોસ વોટિંગ દ્વારા એક બેઠક જીતવાનો પ્રયાસ કરી શકે છે.
હાલમાં, ૨૪૪ સભ્યોની રાજ્યસભામાં NDA પાસે ૧૪૯ સાંસદો છે. વિપક્ષ પાસે ૭૮ સાંસદો છે, જ્યારે પ્રાદેશિક પક્ષો પાસે ૧૭ સભ્યો છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ અલગથી જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં NCPના સુનેત્રા પવાર અને તમિલનાડુમાં AIADMKના સી. વે ષણમુગમના રાજીનામા બાદ આ બેઠકો ખાલી પડી હતી. NDA મહારાષ્ટ્ર બેઠક જીતે તેવી શકયતા છે, જ્યારે તમિલનાડુની બેઠક TVKને જઈ શકે છે
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
