તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
૫૦૦થી વધુ ફિલ્મોના ગુપ્ત દસ્તાવેજો અને સ્ક્રિપ્ટો ઈન્ટરનેટ પર લીક થતાં ખળભળાટ
CBFCના ‘ઈ-સિનેપ્રમાણ' પોર્ટલ પર સુરક્ષાનું ગાબડું : સ્ક્રિપ્ટ, કોમર્શિયલ કરારો આર્કાઈવ પર અપલોડ થતાં નિર્માતાઓ ચિંતિત

નવી દિલ્હી, તા. ૨૬: ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે . જોડાયેલી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. દેશભરની ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા માટે વપરાતા અધિકૃત ઓનલાઈન પોર્ટલ ‘ઈ-સિનેપ્રમાણ' પરથી ૫૦૦થી વધુ ફિલ્મોના અત્યંત ગુપ્ત દસ્તાવેજો લીક થઈ ગયા છે. આ લીક થયેલી માહિતી ઈન્ટરનેટ આર્કાઈવ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ બનતા ફિલ્મ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ટેકનિકલ ખામીથી બની છે કે પછી કોઈ સાયબર હુમલાનું પરિણામ છે, તે અંગે તપાસ શરૂ કરી દેવાઇ છે.
આ માહિતી લીક થવાથી ભવિષ્યના બિઝનેસ ડીલ્સ, ટ્રેડ વાટાઘાટો અને બોક્સ ઓફિસની વ્યૂહરચના પર મોટી નકારાત્મક અસર પડી શકે છે. આગામી શિલર અને સસ્પેન્સ ફિલ્મોના ક્લાઈમેક્સ કે સ્પોઇલર્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી દર્શકોનો રસ ઘટી શકે છે, જેની સીધી અસર ફિલ્મના કલેક્શન પર પડે છે. સાથે જ, સાયબર ગુનેગારો દ્વારા આ ગુપ્ત દસ્તાવેજોની આડમાં નિર્માતાઓ પાસે કરોડો રૂપિયાની ખંડણી (Ransom) માંગવામાં આવે તેવી બ્લેકમેલિગની શક્યતા પણ નકારી શકાતી નથી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને CBFC દ્વારા તાત્કાલિક ધોરણે આંતરિક તપાસ અને પોર્ટલનું સુરક્ષા ઓડિટ શરૂ કરી દેવામાં આવ્યું છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
