<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

મણીપુરના ઇમ્ફાલમાં સુરક્ષા દળોનું સૌથી મોટું ઓપરેશન : મોર્ટાર અને એન્ટી-ડ્રોન જામર સહિત 29 હથિયારો જપ્ત

અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠન UNLPFના ગેરકાયદેસર કેમ્પનો પર્દાફાશ

મણિપુરના ઇમ્ફાલમાં લામડેંગ વિસ્તાર ખાતે સેના, પોલીસ, આસામ રાઇફલ્સ અને CRPF દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં પ્રતિબંધિત આતંકી સંગઠન UNLPFના ગેરકાયદેસર કેમ્પનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ૨૧ મેના રોજ હાથ ધરાયેલી આ કડક કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એકે રાઇફલ્સ સહિત 29 અત્યાધુનિક હથિયારો, 38 વિસ્ફોટકો, મોર્ટાર અને એન્ટી-ડ્રોન જામર જેવા ભયજનક સાધનો જપ્ત કર્યા છે. આ વિસ્તારમાં કોઈ મોટી આતંકી સાંઠગાંઠ હોવાની આશંકા વચ્ચે સમગ્ર સરહદી વિસ્તારમાં લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(7:46 PM IST)