<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

જુઓ મહત્વના સમાચાર

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ૨૪ કલાકમાં ૯૫ તાલુકાઓમાં જળબંબાકાર :રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકની અંદર જ ગુજરાત રાજ્યના કુલ ૯૫ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોએ ગરમીથી રાહત મેળવી છે.

━━━

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં કુદરતનો કહેર: અચાનક આવેલ પૂરમાં વાહનો તણાયા : જમ્મુ કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ભારે વરસાદ બાદ અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના ધસમસતા પ્રવાહમાં રસ્તા પર ઉભેલા અનેક વાહનો રમકડાની જેમ તણાઈ ગયા હતા. અચાનક આવેલી આ આફતના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

━━

ઈરાનનો આજે છેલ્લો દિવસ: સૈન્ય મથકો ધ્વસ્ત અને ૫૦૦ મિસાઈલો તૈયાર હોવાનો ઈવાન્કા ટ્રમ્પનો દાવો : ઈવાન્કા ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે અમે વિજય મેળવી લીધો છે. ઈરાનના સૈન્ય મથકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને હવે તેમની પાસે માત્ર બે કલાક બાકી છે. ૫૦૦ મિસાઈલો હુમલા માટે એકદમ તૈયાર છે અને આ ઈરાનનો છેલ્લો દિવસ હશે.

━━

કુવૈતની સુરક્ષા એકેડમી પર ઈરાનનો ભીષણ હુમલો: પરિસરને ભારે નુકસાન : ઈરાની સમાચાર સંસ્થા તસ્નીમના અહેવાલ મુજબ કુવૈતની સાદ અલ અબ્દુલ્લા એકેડમી ફોર સિક્યોરિટી સાયન્સ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ભીષણ હુમલાની ચપેટમાં આવવાથી એકેડમીના પરિસરને ખૂબ જ ભારે નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

━━

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલર ટ્યુનનો ખુલાસો: ફોન લગાવતા વાગે છે વંદે માતરમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોબાઈલની કોલર ટ્યુન અંગે એક રસપ્રદ માહિતી સામે આવી છે. આજે સ્કાયરૂટ એરોસ્પેસની ટીમ સાથેની તેમની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે વડાપ્રધાનની કોલર ટ્યુનમાં દેશભક્તિ ગીત વંદે માતરમ વાગે છે.

━━

હિમાલયની તળેટીમાં મેઘમહેર જ્યારે મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમી અને બફારો :  જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશથી લઈને નેપાળ અને પૂર્વના વિસ્તારો સહિત હિમાલયની સંપૂર્ણ તળેટીમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ દેશના બાકીના તમામ મેદાની વિસ્તારોના લોકો હજુ પણ અસહ્ય ગરમી અને ભારે બફારાનો સામનો કરી રહ્યા છે.

━━

બંગાળ અને નેપાળમાં શ્રાવણી મેળાનો પ્રારંભ: અજગૈબીનાથ ધામમાં શિવભક્તોનું ઘોડાપૂર : ભાગલપુર બંગાળ અને નેપાળમાં પ્રખ્યાત શ્રાવણી મેળાની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. આ પવિત્ર અવસરે અજગૈબીનાથ ધામ ખાતે જળ ચઢાવવા માટે મોટી સંખ્યામાં કાવડિયાઓ અને શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે અને ચારેબાજુ ભક્તિમય માહોલ છવાયો છે

(10:26 AM IST)