તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...

ખતરનાક સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈને ૨૦,૦૦૦ મેટ્રિક ટન એલપીજી સાથે 'સેમી' ટેન્કર કંડલા પહોંચ્યું
વિશ્વના સૌથી ખતરનાક સમુદ્રી માર્ગ મનાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થઈને ભારતનું 'સેમી' નામનું ટેન્કર ગુજરાતના કંડલા બંદરે સહીસલામત આવી પહોંચ્યું છે.
આ ટેન્કર ૨૦,૦૦૦ મેટ્રિક ટન એલપીજી રાંધણ ગેસનો જથ્થો લઈને આવ્યું છે. માર્શલ આઇલેન્ડનો ધ્વજ ધરાવતા આ વિશાળ જહાજ પર ૨૧ વિદેશી ક્રૂ મેમ્બરો સવાર છે.
અજમેર-બિકાનેર નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત: કાર અને બસ વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના ૪ ના મોત, ૮ ગંભીર
અજમેર-બિકાનેર નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે એક મોટરકાર અને રોડવેઝ બસ સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ટક્કર એટલી ભયાનક હતી કે મોટરકારના ભુક્કા બોલી ગયા હતા. આ દુર્ઘટનામાં મોટરમાં સવાર એક જ પરિવારના ૪ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બે બાળકો સહિત અન્ય ૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
રતલામ નજીક ત્રિવેન્દ્રમ-નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં ભીષણ આગ, સદભાગ્યે મોટી હોનારત ટળી
મધ્યપ્રદેશના રતલામ નજીક આજે વહેલી સવારે ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે મુસાફરોમાં ભારે અફરા તફરી મચી ગઈ હતી.
જોકે, આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. *
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
