News of Tuesday, 7th July 2026
જુઓ મહત્વના સમાચારો ઊડતી નજરે...

ઉત્તર ભારતમાં મેઘરાજાની સવારી: દિલ્હી-NCR અને હાઈવે પર ભારે ટ્રાફિક જામ
ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય થયું છે અને આગામી સપ્તાહ સુધી દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. દિલ્હી-NCRમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ગુરુગ્રામમાં રસ્તો બેસી જતા 10 કિમી લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો, જ્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોકો 19 કલાક સુધી ફસાયા હતા.
ફિફા વર્લ્ડ કપ: યુએસએ બહાર, ઈરાને ઉડાવી મજાક
ફિફા વર્લ્ડ કપ 2026 માં બેલ્જિયમ સામે હારીને યુએસએ (USA) ની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આ હાર બાદ ઈરાનની ફૂટબોલ ટીમે સોશિયલ મીડિયા પર 'અમારી સાથે ડાન્સ કરો' લખીને અમેરિકન ટીમની મજાક ઉડાવી હતી.
સરકારી નોકરીની લાલચમાં દિકરી બની હત્યારી
રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 23 વર્ષીય આયુષી નામની યુવતીએ અનુકંપાના ધોરણે સરકારી નોકરી મેળવવા માટે પોતાની જ માતાની હત્યા કરી નાખી અને તેને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે યુવતી અને તેના મામા સહિત 7 લોકોની ધરપકડ કરી છે.
તમિલનાડુમાં આકરી ગરમી: તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસને પાર
તમિલનાડુમાં ભયંકર ગરમી પડી રહી છે. રાજ્યના 13 સ્થળોએ તાપમાન 37.8°C (સેલ્સિયસ) ને પાર કરી ગયું છે. રામનાથપુરમ જિલ્લાના થોન્ડીમાં સૌથી વધુ 40.3°C તાપમાન નોંધાયું છે.
ત્રીજી ટી-20માં સંજુ સેમસનની બાદબાકીથી વિવાદ
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટી-20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું. પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.
ચેન્નઈ-ત્રિચી હાઈવે પર ભયાનક અકસ્માત
ચેન્નઈ-ત્રિચી હાઈવે પર ટિંડીવનમ પાસે એક કાર પાછળથી આવતી અન્ય કાર સાથે અથડાઈને ઝાડમાં ઘુસી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
