તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
૨ લાખ ફોલોઅર્સ જોઈ છોકરાવાળાએ છોકરી રિજેક્ટ કરી દીધી
કરનાલ મેડિકલ કોલેજમાં સર્જન છે છોકરી

કરનાલ,તા.૩૦: હરિયાણાની એક ડોક્ટરે મહિલાના ફેમસ થયા બાદ લગ્નમાં આવતી મુશ્કેલીઓ વિશે ખુલ્લીને વાત કરી છે. આ મહિલા વ્યવસાયે સર્જન છે અને ઇન્સ્ટાગ્રામ પર મેડિકલ એજ્યુકેશન વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. મહિલા ડોક્ટરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે, ફેમસ છોકરીઓને લગ્ન માટે છોકરાઓ કેમ રિજેક્ટ કરી રહ્યા છે. રિજેક્શન મળતા મહિલાએ વીડિયોમાં જે વાત કહી છે, તે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
લગ્ન માટે રિજેક્શન પર વાત કરનારી છોકરીનું નામ ડો. જૈસ્મીન કાલસી છે, જે હરિયાણાના કરનાલમાં કલ્પના ચાવલા મેડિકલ કોલેજમાં સર્જન છે. આ ડોક્ટર છોકરીને ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૨ લાખથી વધારે ફોલોઅર્સ છે. ડો. જેસ્મીને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં ડોક્ટરે ફેમસ છોકરીને લગ્ન માટે આવતી મુશ્કેલીઓ વિશે વાત કહી છે. ડો. જેસ્મીન જણાવે છે કે, ૨ લાખ ફોલોઅર્સ બાદ છોકરી લગ્ન મટેરિયલ રહેતી નથી.
ડોક્ટરે આગળ જણાવ્યું કે, આ વાત હું એટલા માટે કહી રહી છું, કેમ કે મારા પરિવારના લોકો મારા માટે સંબંધ જોઈ રહ્યા છે. ફેમિલીને સામેવાળી ફેમિલી પસંદ આવે છે. પ્રોફાઈલ પસંદ આવે છે. વાતચીત પણ થાય છે અને પછી બધું જ અરેન્જ્ડ મેરેજના હિસાબથી ચાલે છે. પછી સામે આવે છે મારા ફોટોની ડિમાન્ડ, તો મારા પેરેન્ટ્સ કહે છે કે તમે ઇન્સ્ટાગ્રામ પર એક વાર ડો. જેસ્મીન કાલસી નામ સર્ચ કરી લો.
જેના પર અચાનકથી જવાબ આવે છે, અરે તમારી દીકરી તો બહુ ફેમસ છે. અમારી સાથે એડજસ્ટ કરવામાં સમસ્યા થઈ શકે છે. વ્યવસાયે સર્જન તથા કન્ટેન્ટ ક્રિએટર જૈસ્મીને સવાલ કર્યો કે, હું ઇન્સ્ટાગ્રામ પર શું નાખું છું? મેડિકલ એજ્યુકેશન અને દર્દીઓને જાગૃત કરવાના વીડિયો. તમે મારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈ, માણસ નહીં. હું સેલિબ્રિટી નથી, બસ એક ડોક્ટર છું. જેની અમુક રીલ થોડા લોકો જોઈ લેતા હોય છે.
ડોક્ટર છોકરીએ વીડિયોમાં આગળ જણાવ્યું છે કે, લોકો વિચારે છે કે આ તો આપણી રીચની બહારની છોકરી છે. રીચ મારી ઇન્સ્ટાગ્રામની છે. ઔકાતની નહીં. તેણે આગળ કહ્યું કે, ૨ લાખ લોકો મને ફોલો કરે છે. તેનો મતલબ એ નથી કે ૨ લાખ લોકો મારી Personality Committeeમાં બેઠેલા છે. એમાં તો ખાલી ૩૬ હજાર જ છે. રિયલ લાઇફમાં હાલમાં પણ હું એ જ છું. ઘરે મમ્મી સામે હાં જી મમ્મા, આ આવી, એમ જ કરું છું.
હરિયાણાની ડોક્ટરે કહ્યું કે, Followersએ બસ એક વસ્તુ બદલી છે. મારી visibility. જો કોઈ છોકરાને સફળ, સ્વતંત્ર તથા ફેમસ છોકરી જોઈને એક Insecurity થઈ જાય છે તો સમસ્યા એ નથી કે છોકરી ફેમસ છે, સમસ્યા એ છે કે છોકરાનો ઈગો બહુ નબળો છે. કેમ કે તમારે એવા પાર્ટનર જોઈએ, જેની સામે તમે ખુદને બહુ મોટા સમજી શકો અને તે છોકરીને દબાવીને રાખી શકો. બસ ઘુંઘટ અથવા બુરખાની કમી છે, અથવા એક કામ કરો ને, મહિલાઓને ઘરમાં બંધ કરીને જ રાખો. ન કોઈ જોશે, ન તમારાથી આગળ નીકળી શકશે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
