News of Wednesday, 8th July 2026
૧૨ મહિનામાં સેન્સેક્સ ૧ લાખના અંક સુધી પહોંચશે
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટે ભારતીય શેરબજારને લઈને મોટો અંદાજ લગાવ્યો : થોડા વર્ષમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, ડિફેન્સ, સેમીકન્ડક્ટર, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટર્સમાં રોકાણ વધી શકે છે

નવી દિલ્હી,તા.૮: શેરબજારમાં ગત થોડા સમયથી ઉતાર-ચઢાવ છે. વિદેશી રોકાણકારો સતત ભારતીય બજારથી રૂપિયા નીકાળી રહ્યા છે અને ગત ૨ વર્ષમાં બજારથી રોકાણકારોને વધારે રિટર્ન પણ નથી મળી રહ્યું. તેમ છતાય ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટે ભારતીય શેરબજારને લઈને મોટો અંદાજ લગાવ્યો છે. ફર્મનું કહેવું છે કે, આગામી ૧૨ મહિનામાં સેન્સેક્સ ૧ લાખના અંક સુધી પહોંચે તેની ૨૫ ટકા શક્યતા છે. જો કે, તેમનો મુખ્ય અંદાજ તેનાથી ઓછો છે.
મોર્ગન સ્ટેનલીએ ભારતના ઈક્વિટી બજાર એક્સપર્ટ રિદ્વમ દેસાઈના પ્રમાણે, તેમનું મુખ્ય અનુમાન છે કે, જૂન ૨૦૨૭ સુધી સેન્સેક્સ ૮૯,૦૦૦ અંક સુધી પહોંચી શકે છે. આ શક્યતાને ફર્મે ૫૦ ટકા વેઈટેજ આપ્યું છે. વર્તમાન સ્તરથી તે ૧૫ ટકા તેજી હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ભારતની મજબૂત આર્થિક સ્થિતિ પ્રાઈવેટ રોકાણમાં તેજી, કંપનીઓની વધતી કમાણી અને સ્થિર સરકારી નીતિઓ બજારને આગળ વધવામાં મદદ કરી શકે છે. જો ગ્લોબલ માહોલ પણ અનુકૂળ રહ્યો અને ક્રૂડ ઓઈલની કિમતો વધારો ન વધી, તો શેરબજારને તેનો ફાયદો મળી શકે છે.
ભારતની અર્થવ્યવસ્થા પર કેમ છે વિશ્વાસ?- મોર્ગન સ્ટેનલીના ભારતીય ઈક્વિટી બજાર એક્સપર્ટ રિદ્વમ દેસાઈનું માનવું છે કે, ભારત લાંબા સમયના મજબૂત વિકાસના સમયમાંથી પ્રવેશ કરી રહ્યું છે. આગામી થોડા વર્ષમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા, ડિફેન્સ, સેમીકન્ડક્ટર, ડેટા સેન્ટર અને મેન્યુફેક્ચરિગ જેવા સેક્ટર્સમાં રોકાણ વધી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા વર્ષોમાં મોટી કંપનીઓની કમાણીમાં સારો વધારો જોવા મળી શકે છે. જો કંપનીઓનો નફો વધે છે, તો તેની સીધી અસર શેરબજાર પર પડી શકે છે. આ જ કારણ છે કે, બ્રોકરેજને ભારતીય બજારના ભવિષ્ય પર વિશ્વાસ છે.
કયા સેક્ટરોમાં દેખાઈ રહ્યો છે વધારે દમ?- ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, મોર્ગન સ્ટેનલીએ તેમના રિપોર્ટમાં કેટલાક સેક્ટર્સ પર વધારે વિશ્વાસ દર્શાવ્યો છે. ફર્મના અનુસાર, બેંકિગ, કન્ઝ્યૂમર ડિસ્ક્રેશનરી અને ઈન્ડસ્ટ્રિયલ સેક્ટર આવનારા સમયમાં સારું પરફોર્મ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, વ્યાજ દરોમાં રાહત, લોકોની વધતી આવક અને વપરાશમાં સુધારાથી કન્ઝ્યૂમર બેસ્ડ કંપનીઓને ફાયદો મળી શકે છે. જ્યારે, ખાનગી રોકાણ વધવાથી ઈન્ડસ્ટ્રિયલ કંપનીઓની ગ્રોથ તેજ થઈ શકે છે. આ ઉપરાંત ખ્ત્ની વધતી માંગના કારણે ભારતીય ત્વ્ કંપનીઓ માટે પણ નવી તકો બનવાની આશા દર્શાવવામાં આવી છે.
સેન્સેક્સ ૧ લાખ સુધી પહોંચવાની આશા- મોર્ગન સ્ટેનલીના એક્સપર્ટ્સે સેન્સેક્સ ૧ લાખ સુધી પહોંચવાની ૨૫્રુ શક્યતા દર્શાવી છે, જ્યારે બીજી તરફ તેમણે એક નકારાત્મક (નેગેટિવ) અંદાજ પણ આપ્યો છે. રિપોર્ટ અનુસાર, જો વૈશ્વિક અર્થતંત્ર નબળું પડે, જીઓ-પોલિટિકલ ટેન્શન (વૈશ્વિક તણાવ) વધે અથવા કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિમત ૧૨૦ ડોલર પ્રતિ બેરલથી ઉપર જતી રહે, તો સેન્સેક્સ ૬૬,૦૦૦ના અંક સુધી પણ નીચે ગગડી શકે છે. આ નકારાત્મક સ્થિતિ ઊભી થવાની શક્યતા પણ ૨૫્રુ જણાવવામાં આવી છે. હાલમાં બ્રોકરેજનું માનવું છે કે, ભારતનો આર્થિક પાયો મજબૂત છે અને સ્થાનિક રોકાણકારોની ભાગીદારી પણ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાના રોકાણકારો માટે ભારતીય શેરબજારમાં તકો બની રહી શકે છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
