<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભૂલથી કોઈ અજાણ્યા વ્યક્તિને UPI દ્વારા પૈસા મોકલી દીધા?: જાણો ચિંતા કરવાને બદલે કેવી યોગ્ય કાનૂની અને બેંકિંગ પ્રક્રિયા અપનાવવી

ડિજિટલ પેમેન્ટની ઉતાવળમાં ક્યારેક એક નાની ભૂલ મોટું આર્થિક નુકસાન કરાવી શકે:જાણો પૈસા કેવી રીતે પરત મળી શકે અને RBI આ બાબતે શું કહે છે,

આજના સમયમાં યુપીઆઈ  આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગયું છે. શાકભાજીવાળાથી લઈને મોટા મોલ સુધી, દરેક જગ્યાએ લોકો બસ ફોનથી પેમેન્ટ કરી દે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ 11 એપ્રિલ 2016 ના રોજ યુપીઆઈ લોન્ચ કર્યું હતું, જેણે ભારતની અર્થવ્યવસ્થાને બદલી નાખી છે. પરંતુ જેટલી ઝડપે આ સુવિધા વધી છે, તેટલી જ ઝડપે ખોટા ટ્રાન્ઝેક્શનની સમસ્યાઓ પણ સામે આવી છે. 

મોબાઈલ નંબર ટાઈપ કરવામાં એક અંકની ભૂલ કે ખોટો ક્યુઆર કોડ (QR Code) સ્કેન કરવાથી પૈસા અન્ય વ્યક્તિના ખાતામાં જઈ શકે છે. યુપીઆઈમાં કોઈ 'અનડુ' (Undo) બટન હોતું નથી, તેથી ટ્રાન્ઝેક્શન થયા પછી તેને તરત જ રિવર્સ કરવું શક્ય નથી.

પૈસા પાછા મેળવવાની રીત

  1. સંપર્ક સાધો: જો ભૂલથી પૈસા મોકલાઈ ગયા હોય, તો સૌથી પહેલા તે વ્યક્તિને વિનંતી કરો. જો તે વ્યક્તિ પ્રમાણિક હશે, તો પૈસા પરત (Refund) મળી શકે છે.

  2. બેંકમાં ફરિયાદ: જો સામેની વ્યક્તિ પૈસા આપવાની ના પાડે, તો તરત જ તમારી બેંકના એપમાં 'Report Issue' પર જઈ ફરિયાદ નોંધાવો.

  3. RBI લોકપાલ: જો બેંક તરફથી મદદ ન મળે, તો તમે આરબીઆઈ લોકપાલ (RBI Ombudsman) પાસે ફરિયાદ નોંધાવી શકો છો.

ભવિષ્યમાં આવી ભૂલોથી બચવા માટે હંમેશા પેમેન્ટ કરતા પહેલા નામની ચકાસણી કરો. જો મોટી રકમ મોકલવી હોય, તો પહેલા 1 રૂપિયો મોકલીને કન્ફર્મ કરવું હિતાવહ છે. યાદ રાખો કે તમારી સાવચેતી જ તમારા મહેનતના પૈસાને સુરક્ષિત રાખી શકે છે

 

(2:31 PM IST)