તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
દહીહંડીની ઉજવણીમાં અકસ્માતોની હારમાળાઃ મુંબઈમાં બત્રીસ ગોવિંદા ઘાયલ, માલવણામાં સાત વર્ષના બાળકનું કરુણ મોત થયું
પુણેમાં લોખંડનું માળખું પડતાં મહિલાએ જીવ ગુમાવ્યોઃ થાણેમાં પણ દસ ગોવિંદા સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા

મુંબઈ: પ્રારંભિક આંકડો બાવીસ હતો, પરંતુ બપોર બાદ શહેરમાં ઘાયલ ગોવિંદાની સંખ્યા વધીને બત્રીસ થઈ હતી.
જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલી દહીહંડી ઉજવણી દરમિયાન મહારાષ્ટ્રમાં બે લોકોનાં મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. મુંબઈમાં ઘાયલ બત્રીસ ગોવિંદામાંથી અઠ્ઠાવીસને સારવાર બાદ રજા અપાઈ હતી અને ચાર સારવાર હેઠળ હતા.
માલાડના માલવણી વિસ્તારમાં હાંડી બાંધવામાં આવેલો ઈંટનો થાંભલો તૂટી પડતાં સાત વર્ષના રુદ્ર કદમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. થાણેમાં દસ ગોવિંદા ઘાયલ થયા હતા. પુણેના ઓલ્ડ સાંગવી વિસ્તારમાં લાઉડસ્પીકરનું કામચલાઉ લોખંડનું માળખું ધરાશાયી થતાં પિસ્તાલીસ વર્ષીય સલમા સલાઉદ્દીન પઠાણનું મોત થયું હતું
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
