તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
યુકેના પ્રખ્યાત કોમેડિયન રસેલ બ્રાન્ડ વિરુદ્ધ લાગેલા ગંભીર આરોપો: પિડિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા કહ્યું, 'મને લાગતું હતું કે આ મારી જ ભૂલ હતી!'
બ્રિટિશ કોમેડિયન અને અભિનેતા રસેલ બ્રાન્ડ સામે જાતીય શોષણ અને દુષ્કર્મના ગંભીર આરોપો મામલે નવો ખુલાસો થયો છે, જ્યાં પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘટના બાદ પોતાની જાતને જ દોષી માનતી હતી.

લંડન : મનોરંજન જગતમાં હલચલ મચાવી દેનારા એક મોટા કૌભાંડમાં યુકેના જાણીતા કોમેડિયન અને અભિનેતા રસેલ બ્રાન્ડની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રસેલ બ્રાન્ડ સામે અગાઉ પણ ગંભીર જાતીય દુરાચારના આક્ષેપો થયા છે, અને આ મામલે કાનૂની શિાકંજો વધુ કસાઈ રહ્યો છે. તાજેતરમાં આ કેસ સાથે જોડાયેલી એક વધુ સંવેદનશીલ વિગત સામે આવી છે, જેમાં પીડિત મહિલાએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે કથિત બળાત્કારની ઘટના બાદ તેને લાંબા સમય સુધી એવું જ લાગતું હતું કે આ બધું થવા પાછળ ક્યાંક ને ક્યાંક તેની પોતાની જ ભૂલ હતી. આ પ્રકારના માનસિક આઘાત અને ડરને કારણે તેણે આ વાત છુપાવી રાખી હોવાનું પણ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિટિશ પોલીસ દ્વારા આ હાઇ-પ્રોફાઇલ કેસની સઘન તપાસ કરવામાં આવી રહી છે. અનેક મહિલાઓએ રસેલ બ્રાન્ડ પર પોતાની સત્તા અને લોકપ્રિયતાનો દુરુપયોગ કરીને જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, એક પીડિતાએ પોલીસ અધિકારીઓ સમક્ષ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તે ઘટનાના સમયે એટલી બધી ભયભીત અને મૂંઝવણમાં હતી કે તેને પોતાની જ ભૂલ હોવાનો ભ્રમ થવા લાગ્યો હતો. આવા હાઇ-પ્રોફાઇલ કલાકારો સામે અવાજ ઉઠાવવો કેટલો મુશ્કેલ હોય છે તેની સાક્ષી આ પીડિતાનું નિવેદન પૂરે છે.
આ કેસ સામે આવ્યા બાદથી યુકેના મીડિયા અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મહિલા સુરક્ષા અને સત્તાના દુરુપયોગ સામે અવાજ ઉઠાવતા સંગઠનો આ મામલે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અગાઉ પણ રસેલ બ્રાન્ડ સામે મીડિયા તપાસ અને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ચૂકી છે, પરંતુ આ નવા ખુલાસાથી કેસની દિશા વધુ ગંભીર બની ગઈ છે.
પોલીસ અને તપાસ એજન્સીઓ આ મામલે તમામ પુરાવાઓ એકત્રિત કરીને કાનૂની પ્રક્રિયાને આગળ વધારી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર મનોરંજન જગતની પાછળ છુપાયેલા કાળા સત્યો અને પીડિતો દ્વારા સહન કરવામાં આવતા માનસિક સંઘર્ષોને દેશભરમાં ચર્ચાના એરણે છે. આગામી સમયમાં આ કેસમાં કોર્ટની કાર્યવાહી શું વળાંક લે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
