<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર ગંભીર ઘટના :ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટી વચ્ચે વિમાન રનવે ની 3 લાઈટ સાથે અથડાયું

સાન ફ્રાન્સિસ્કોથી મ્યુનિક આવી રહેલી ફ્લાઇટ LH459 લેન્ડિંગ દરમિયાન રનવેના નિર્ધારિત સ્થળ કરતાં 19 મીટર પહેલાં જ ટચડાઉન થઈ ગઈ

જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટી વચ્ચે લુફ્થાન્સા એરલાઇન્સના A380 વિમાન સાથે એક ગંભીર ઘટના બની હતી. સાન ફ્રાન્સિસ્કોથી મ્યુનિક આવી રહેલી ફ્લાઇટ LH459 લેન્ડિંગ દરમિયાન રનવેના નિર્ધારિત સ્થળ કરતાં 19 મીટર પહેલાં જ ટચડાઉન થઈ ગઈ હતી, જેના કારણે વિમાન રનવેની ૩ લાઇટ્સ સાથે અથડાયું હતું અને તેના લેન્ડિંગ ગિયરના 7 ટાયરને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, પાયલટની સૂઝબૂઝથી વિમાને સુરક્ષિત રીતે લેન્ડિંગ પૂર્ણ કર્યું હતું અને સદનસીબે આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો, કોઈને પણ ઈજા પહોંચી ન હતી.

 

(12:22 PM IST)