તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
IPL ક્રિકેટર સામે રેપ અને મારપીટનો ગંભીર આરોપઃ ધરપકડનો આદેશ
મેડિકલ વિદ્યાર્થીનીની ગંભીર ફરિયાદ પર નોંધાયેલા રેપ, મારપીટ અને ધમકીના ગુનાહિત કેસમાં કોર્ટે પોરેલ અને અન્ય એક આરોપીની તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યો : હુગલીમાં થયેલી ફરિયાદ મુજબ, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેણે ઇનકાર કર્યો હતો. પોરેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

કલકત્તા તા.૨૧: દિલ્હી કેપિટલ્સના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન અને બંગાળના ક્રિકેટર અભિષેક પોરેલ વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. મેડિકલ વિદ્યાર્થીનીની ગંભીર ફરિયાદ પર નોંધાયેલા ગુનાહિત કેસમાં હાઈકોર્ટે અભિષેક પોરેલ અને અન્ય એક આરોપીની તુરંત ગિરફતાર કરવા આદેશ આપ્યો છે. ૨૩ વર્ષીય પોરેલ પર રેપ, મારપીટ અને ગુનાહિત ધમકી આપવાના ગંભીર આરોપો લાગ્યા છે.
પીડિત મહિલા અને તેની માતાએ હુગલી જિલ્લાના મોગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, બંને વચ્ચે છેલ્લા ૩ વર્ષથી પ્રેમ સંબંધ હતો. મહિલાનો આરોપ છે કે પોરેલે તેની સાથે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ બાદમાં તેણે અંતર જાળવવાનું શરૂ કર્યું હતું અને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વિરોધ કરવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
હાલ બેંગલુરુમાં રહેલા અભિષેક પોરેલે તમામ આરોપોને પાયાવિહોણા અને ઝૂઠા ગણાવીને ફગાવી દીધા છે. પોરેલે જણાવ્યું કે, હું હાલમાં સારું ક્રિકેટ રમી રહ્યો છું, તેથી જ મને બદનામ કરવા માટે આવી વાતો સામે લાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ જ હું આ અંગે વિસ્તૃત જવાબ આપીશ.
ડાબોડી બેટ્સમેન અને વિકેટકીપર અભિષેક પોરેલ ૨૦૨૩ થી IPL માં દિલ્હી કેપિટલ્સ (DC) તરફથી રમી રહ્યો છે. આ ઉપરાંત તે ઈન્ડિયા-A ટીમ સાથે યુકે (UK) અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કરી ચૂક્યો છે. તેણે બંગાળ તરફથી ૩૨ ફર્સ્ટ-ક્લાસ અને ૨૩ લિસ્ટ-એ મેચો રમી છે
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
