તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 28th July 2026
મુંબઈમાં છૂપી રીતે વસવાટ કરી રહેલા સાત બાંગ્લાદેશી કિન્નરોની ધરપકડ:પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
આરોપીઓ પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ભારતીય સીમામાં દાખલ થયા હતા

મુંબઈમાં MIDC પોલીસ સ્ટેશનની ATC દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને મુંબઈમાં છૂપી રીતે વસવાટ કરી રહેલા સાત બાંગ્લાદેશી કિન્નરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ પશ્ચિમ બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ભારતીય સીમામાં દાખલ થયા હતા અને કોઈપણ પ્રકારના કાયદેસરના અધિકૃત દસ્તાવેજો વિના મુંબઈના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા હતા.
પોલીસને મળેલી ચોક્કસ બાતમી અને સઘન ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઘોડબંદર રોડ વિસ્તારમાં દરોડા પાડીને આ સાતેય આરોપીઓને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમની પાસે ભારતમાં કાયદેસર રીતે રહેવા કે હરવા-ફરવા માટે જરૂરી કોઈ જ પાસપોર્ટ કે વિઝા જેવા મહત્ત્વના પુરાવાઓ ઉપલબ્ધ ન હતા. આ ગંભીર મામલે સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
હાલ પોલીસ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ તમામ આરોપીઓ ભારતીય સરહદ પાર કરીને કેવી રીતે દેશમાં દાખલ થયા હતા, તેઓ મુંબઈમાં કયા સમયગાળાથી અને ક્યા હેતુસર રહેતા હતા તેમજ તેમની આ ગેરકાયદેસર ઘૂસણખોરી પાછળ કોઈ મોટું સંગઠિત માનવ તસ્કરી કે અન્ય નેટવર્ક સક્રિય છે કે કેમ. આ તમામ પાસાઓ પર પોલીસની પૂછપરછ ચાલુ છે અને આ કેસમાં આગામી સમયમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
